• Gujarati News
  • IPL Auction For Sixth Season Nita Ambani Shilpa Shetty Priety Zinta Present 2013

PHOTOS: IPLની હરાજી દરમિયાનની કેટલીક ખાસ ક્ષણો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવારના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝન માટેની હરાજી ચેન્નાઈ ખાત સંપન્ન થઈ. આ હરાજીમાં 9 ટીમોએ 37 ખેલાડીઓ પાછળ 63 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

આ હરાજીમાં ભાગ લેવા માટે મોટા ભાગની ટીમોના માલિક અને મેન્ટર હાજર રહ્યા હતા. બોલિવૂડ સ્ટાર અને કોલકાતા ટીમનો માલિક શાહરૂખ ખાન, બેંગ્લોરના માલિક વિજય માલ્યા આ હરાજીમાં હાજર રહી શક્યા નહોતા.

મુંબઈના માલિક નીતા અંબાણી, બોલિવૂડ અભિનેત્રી અને પંજાબની માલિક પ્રીટિ ઝિંટા તથા રાજસ્થાનની માલિક શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ હાજરી આપી હતી. કોલકાતા તરફથી ટીમનો સુકાની ગૌતમ ગંભીર ટીમના અન્ય માલિક જય મહેતા સાથે હાજર રહ્યો હતો.

આ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સનો કોચ સ્ટિફન ફ્લેમિંગ, આઈપીએલના કમિશ્નર રાજીવ શુક્લા, બીસીસીઆઈ પ્રમુખ એન.શ્રીનિવાસન અને ભૂતપૂર્વ પસંદગીકાર શ્રીકાંત તથા આઈપીએલની ગવર્નિંગ બોડીના સભ્ય તથા ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી સહિત અન્ય ઘણા દિગ્ગજો હાજર રહ્યા હતા.

તસવીરોમાં જુઓ, આઈપીએલની હરાજી દરમિયાનની કેટલીક ખાસ ક્ષણો......