IPL-7: જેણે જોયો તે સૌએ કહ્યું, વોટ એ કેચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લી ઓવરમાં ક્રિસ લાયને બેટ્સમેન ડીવિલિયર્સના ઝડપેલા દિલધડક કેચના કારણે મેચનું પાસું પલટાઇ જતાં છેલ્લા બોલ સુધી અત્યંત રોમાંચક બનેલા આઇપીએલ-7 ટી20ના મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બે રનથી પરાજય આપ્યો હતો. કોલકાતાના સાત વિકેટે 150 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર બેંગ્લોર પાંચ વિકેટે 148 રન નોંધાવી શક્યું હતું. બેંગલોરને છેલ્લા છ બોલમાં વિજય માટે નવ રનની જરૂર હતી પરંતુ તે માત્ર છ રન બનાવી શકયું હતું.

વોટ એ કેચ....

બેંગ્લોરને છેલ્લી ઓવરમાં જીત માટે 20મી ઓવરમાં નવ રનની જરૂર હતી. વિનય કુમાર બોલિંગ કરી રહ્યો હતો. પ્રથમ ત્રણ બોલમાં ત્રણ રન બન્યા હતા. એબીડી વિલિયર્સ સ્ટ્રાઈક પર હતો. તે સિક્સ મારવા માટે બેતાબ હતો.શોર્ટ લેન્થ બોલને વિલિયર્સે ડીપ મિડવિકેટ પર ફટકાર્યો હતો. જોનાર ને પહેલી નજરમાં સિક્સર જ જશે તેવું લાગતું હતું. અને આ સિક્સરની સાથે બેંગ્લોરનો વિજય નિશ્ચિત જ જણાતો હતો. પણ લાયનના કમાલના કેચના કારણે જીત કોલકતાના ખાતામાં જતી રહી. તેનો કેચ જોનાર બધા જ મોઢામાં આંગળા નાંખી ગયા હતા. પ્રથમ નજરે તો અમ્પાયરને પણ વિશ્વાસ થતો ન હતો કે આ કેચ છે કે સિક્સર છે. થર્ડ અમ્પાયરની મદદથી વિલિયર્સને આઉટ કરાયો હતો. અંતિમ ઓરવમાં છ રન જ બન્યા હતા અને બે રને બેંગ્લોરનો પરાજય થયો હતો.

લાયન ટ્વિટર પર બની ગયો 'લાયન' અને તેના પ્રદર્શન વિશે વાંચો આગળ....

આગળ જુઓ દિલધડક કેચની તસવીરો....

(તસવીરો આઈપીએલની સાઈટના વીડિયો પરથી લેવાઈ છે )