સહેવાગની માર્મિક કટાક્ષ, હવે મારા પુત્રને કોઈ મેણા-ટોણા નહી મારે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે મારા પુત્રને કોઈ મેણા-ટોણા નહી મારે:સહેવાગ

મુંબઈ. આઇપીએલના ક્વોલિફાય-2 મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબનો સ્ટાર ઓપનર વિરેન્દ્ર સહેવાગ આક્રમક અંદાજમાં હરિફ બોલરો ઉપર તુટી પડ્યો હતો. સહેવાગે પોતાના જુના દિવસોની યાદ અપાવતા ફક્ત 58 બોલમાં 122 રન બનાવ્યા હતા. જેમાં સહેવાગે 12 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. સહેવાગે આઈપીએલમાં બીજી સદી ફટકારી હતી. અગાઉ 2011માં ડેક્કન ચાર્જસ સામે 56 બોલમાં 119 રન બનાવ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ફટકારેલી સદી પોતાના પુત્રને અર્પણ કરતા જણાવ્યું હતું કે, મારા પુત્રને તેના મિત્રો મેણા ટોણા મારતા હતા કે તારા પપ્પા ઝડપી આઉટ થઈ જાય છે અને વધારે રન બનાવતા નથી. જેથી આ સદીના કારણે તેને ટોણા મારશે નહી.
મેચ બાદ સહેવાગે જણાવ્યું હતું કે, ‘‘મારી પત્નીનો ફોન આવ્યો હતો તો મારી વાત મારા પુત્ર સાથે થઈ હતી. તેણે કહ્યું હતું કે તમે જલ્દી આઉટ થઈ જાવ છો એટલે મારા મિત્રો મને ખીજવે છે અને મેણા-ટોણા મારે છે.’’ મે તે સમયે તેને કહ્યું હતું કે, બેટા થોડી વાત જો બજુ ઘણી મેચ બાકી છે. હવે મન આશા છે કે મારા પુત્રને મિત્રો મેણા મારશે નહી.
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, સહેવાગની તોફાની સદી.....