IPL-7 LIVE : ધોનીએ ટોસ જીત્યો, પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ. વિરેન્દ્ર સહેવાગના 58 બોલમાં 122 રન અને ડેવિડ મિલરના આક્રમક 19 બોલમાં 38 રનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઇપીએલના ક્વોલિફાય-2 મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 24 રને વિજય મેળવ્યો હતો. આ જીત સાથે પંજાબે આઈપીએલની ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. પંજાબ પ્રથમ વખત આઈપીએલની ફાઇનલમાં પહોંચવા સફળ રહ્યું છે. ચેન્નાઈના સુરેશ રૈનાએ 25 બોલમાં 87 રનની ઇનિંગ્સ રમી લડત આપી હતી પણ રૈના રનઆઉટ થતા આશાનો અંત આવ્યો હતો. હવે 1 જૂનને રવિવારના રોજ પંજાબ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.
પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 202 રન બનાવી શક્યું હતું.
રૈનાના 25 બોલમાં 87 રન
ચેન્નાઈના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ વિરેન્દ્ર સહેવાગની સદીને પણ ઝાંખી પાડી તે તેવી આક્રમક ઇનિંગ્સ રમી હતી. રૈનાએ ફક્ત 25 બોલમાં 87 રન ફટકારી દીધા હતા. રૈનાએ 12 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. રૈના અકાળે રન આઉટ ન થયો હોત તો આજે સૌથી ફાસ્ટેટ સદીનો રેકોર્ડ બનાવવાની તક હતી. રૈનાએ 16 બોલમાં 50 રન બનાવ્યા હતા.
ચેન્નાઈને 227 રનનો પડકાર
વિરેન્દ્ર સહેવાગના 58 બોલમાં 112 રન અને ડેવિડ મિલરના આક્રમક 19 બોલમાં 38 રનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઇપીએલના ક્વોલિફાય-2 મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 226 રન બનાવ્યા છે. મિલર અને સહેવાગે 5.1 ઓવરમાં 63 રનની ભાગીદારી નોંધાવી વિશાળ સ્કોર નોંધાવ્યો હતો.પંજાબે અંતિમ 5 ઓવરમાં 60 રન બનાવ્યા હતા.
આગળ ક્લિક કરો અને વાંચો, સહેવાગે બનાવ્યા 50 બોલમાં 100 રન...