મોહિત શર્માને નવો લૂક ફળ્યો, બન્યો ચેન્નાઈની જીતનો હીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીતમાં ચેન્નાઈનો ફાસ્ટ બોલર મોહિત શર્મા હિરો રહ્યો હતો. મોહિત શાનદાર બોલિંગ કરતા મુંબઈના બેટ્સમેનોને આક્રમક થવા દીધા ન હતા અને જેથી 141 રન સુધી સિમિત રાખ્યા હતા. મોહિતે શર્માએ 4 ઓવરમાં 13 રન આપી 4 વિકેટો ઝડપી હતી. 4 વિકેટ ઝડપવા બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
મોહિતનો નવો લૂક
મોહિત શર્માએ પોતાની બોલિંગમાં થોડા ફેરફાર કરીને નવો લૂક અપનાવ્યો છે જેના કારણે તેને આ સફળતા મળી રહી છે. આ વાતનો ખુલાસો તેણે પોતે કર્યો છે. મોહિત શર્મા પોતાના નવા પેશ આક્રમણ હિલ્ફેનહૌસ અને ઇશ્વર પાંડે સાથે તરખાટ મચાવી રહ્યો છે. મોહિત પહેલા વધારે રનિંગ કરીને ફાસ્ટ બોલ નાખવા પ્રયત્ન કરતો હતો. જે હવે સ્વિંગ બોલ ઉપર વધારે ધ્યાન આપે છે.
‘માહી ભાઈ ઘણી હિંમત આપે છે’
મોહિત શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના વખાણ કર્યા હતા. મોહિત શર્માએ જણાવ્યું હતું કે, માહી ભાઈ ઘણી હિંમત આપીને પ્રોત્સાહિત કરે છે. ખરાબ બોલિંગ સમયે પણ ધોની ધીરજ રાખવાની સલાહ આપે છે. ધોની ભાઈ પાસેથી ઘણું શીખવા મળે છે.
ટ્વિટર ઉપર છવાયો
મુંબઈ સામે મેચ વિનિંગ પ્રદર્શન બાદ મોહિત શર્મા ટ્વિટર ઉપર છવાયો છે. પ્રશસંકોએ મોહિતની પ્રશંસા કરતી ઘણી ટ્વીટ કરી છે. મોહિત શર્માને ફાસ્ટ બોલિંગમાં ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ગણાવી રહ્યા છે.
આગળ ક્લિક કરો અને જુઓ, મોહિત શર્માની શાનદાર બોલિંગ અને મેચની ખાસ તસવીરો .....