IPL-7: કયો ખેલાડી કરી રહ્યો છે પૈસા વસુલ, કોણ પડ્યો માથે, જાણો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયન પ્રીમિયર લીગની સાતમી સિઝન દરેક મેચ સાથે રોમાંચક બની રહી છે. એક તરફ ગ્લેન મેક્સવેલ અને ડેવિડ મિલર જેવા વિદેશી બેટ્સમેનો ફોર અને સિક્સરોનો વરસાદ વરસાવી રહ્યા છે. બીજી તરફ સ્પિનર્સ સતત ટી-20 ફોર્મેટમાં સૌથી ધારદાર હોવાનો દાવો ઠોકી રહ્યા છે.
આઈપીએલની દરેક સિઝનમાં પ્રશંસકોને કોઈના કોઈ હિરો મળી જાય છે. જે પ્રથમ મેચથી લઈને અંતિમ મેચ સુધી મનોરંજન કરાવે છે. છેલ્લી બે સિઝનમાં આ જવાબદારી બેંગલોરનો ક્રિસ ગેઈલ સંભાળતો હતો. આ વખતે પંજાબનો ગ્લેન મેક્સવેલ ધમાલ મચાવી રહ્યો છે.
આઈપીઅલની હરાજીમાં ટીમના માલિકો ખેલાડીઓની ક્ષમતા પ્રમાણે બોલાવી લગાવે છે. આંતરરાષ્ટ્રીય સર્કિંટમાં જે ખેલાડી ટોપ ઉપર હોય અને આઈપીએલમાં પણ દમદાર પ્રદર્શન હોય તે ખેલાડીને વધારે કિંમતમાં ખરીદવામાં આવે છે. જોકે એ જરૂરી નથી કે મોંઘો ખેલાડી નવી સિઝનમાં હિટ થાય.
દિનેશ કાર્તિક સાબિત થઈ રહ્યો છે ખોટનો સોદો
આ આઈપીએલની હરાજીમાં યુવરાજ સિહંને બેંગલોરની ટીમે રેકોર્ડ 14 કરોડની કિંમત ઉપર ખરીદ્યો હતો. જ્યારે દિલ્હી ડેરડેવિલ્સે દિનેશ કાર્તિકને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કેવીન પીટરસનના 9 કરોડ રૂપિયા ઉપજ્યા હતા. હરાજીમાં કિંમત કોઈપણ હોય, ટી-20 ક્રિકેટનું ફોર્મેટ સસ્તા અને મોંઘા ખેલાડીનું અંતર મિટાવી દેશે.
25 એપ્રિલ સુધી રમાયેલી 13 મેચના આંકડાઓ ઉપર નજર કરવામાં આવે તો દિલ્હીનો દિનેશ કાર્તિક ટીમ માટે સૌથી મોંઘા સોદો સાબિત થયો છે. દિલ્હીએ તેને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ તે બેટિંગ અને વિકટકિપિંગ એમ બન્ને મોરચે ફેલ થઈ રહ્યો છે.
જ્યારે સૌથી વધારે ફાયદાનો સોદો યુજવેન્દ્ર ચહલ રહ્યો છે. જેને બેંગલોરે ફક્ત 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
આગળ ક્લિક કરો અને વાંચો, આઈપીએલ-7માં કયો ખેલાડી બન્યો ફ્રેન્ચાઈઝીઓ માટે લાભદાય અને કોને પહોંચાડી ખોટ