મુંબઈ ઇન્ડિયન્સ ફાઈનલમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈપીએલ-૬ રાજસ્થાનનો ૪ વિકેટે પરાજય, મુંબઈ ૬/૧૬૯, સ્મિથના ૬૨, રાજસ્થાન ૬/૧૬૫, દ્રવિડ ૪૩
ડ્વેન સ્મિથના શાનદાર ૬૨ રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની બીજી કવોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સને ૪ વિકેટે હરાવી સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. રાજસ્થાને પહેલા બેટિંગ કરતાં ૬ વિકેટના ભોગે ૧૬૫ રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈની ટીમે ઈડનગાર્ડન પર જોરદાર બેટિંગ કરતાં ૬ વિકેટના ભોગે ૧૯.૫ ઓવરમાં ૧૬૯ રન બનાવી લીધા હતા.

મુંબઇએ તેના પડકારનો સામનો કરતાં સારી શરૂઆત કરી હતી અને સ્મિથે તારે સાથે મળીને પહેલી વિકેટની ભાગીદારીમાં ૭૦ રન બનાવી ટીમના વિજયને નિશ્ચિત કર્યો હતો.
ઓપનર તારેના આઉટ થયા બાદ દિનેશ કાર્તિકે પણ સ્મિથનો સાથ નિભાવી ૧૭ બોલમાં ૨૨ રન ઝૂડી કાઢયા હતા. સ્મિથ ૪૪ બોલમાં ૬ બાઉન્ડ્રી, ૨ સિકસર સાથે ૬૨ રન બનાવીને બિન્નીની બોલિંગમાં સેમસનના હાથમાં ઝિલાઈ ગયો હતો.
અગાઉ વરસાદને લીધે એક કલાક મોડી શરૂ થયેલી મેચમાં રાજસ્થાનના સુકાની રાહુલ દ્રવિડે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યોહતો. દ્રવિડ અને રહાણેએ સારી શરૂઆત કરી હતી પરંતુ હરભજનસિંહે મુંબઇને પહેલી વિકેટ રહાણેને બોલ્ડ કરીને અપાવી હતી. રહાણેએ ૧૮ બોલમાં ૩ બાઉન્ડ્રી સાથે ૨૧ રન બનાવ્યા હતા.