• Gujarati News
  • Ipl 6: Michael Hussey Have Chance To Beat Gail In Record Book

ગેઇલના રેકોર્ડથી હસ્સી બે રન દૂર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેકોર્ડ બુક - ૧૬ મેચમાં માઇકલ હસ્સી છ અડધી સદી સહિત ૭૩૨ રન બનાવી ચૂક્યો છે
ચેન્નાઇ સુપર કિંગ્સના ડાબોડી બેટ્સમેન માઇક હસ્સીએ આઇપીએલ-૬માં ૭૦૦ રન પૂરા કરવાની શાનદાર સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિસ ગેઇલના સવૉધિક રનની ઓરેન્જ કેપ પણ છીનવી લીધી છે. હસ્સી હવે એક ટૂનૉમેન્ટમાં ગેઇલે નોંધાવેલા સવૉધિક રનના વિક્રમથી માત્ર બે રન દૂર છે. હસ્સી વર્તમાન ટૂનૉમેન્ટમાં ૮૧ બાઉન્ડ્રી તથા ૧૭ સિકસર ફટકારી ચૂકયો છે. તેનો સવૉધિક સ્કોર ૯૫ રનનો રહ્યો છે. હસ્સીએ મુંબઇ સામે પ્રથમ ક્વોલિફાયરમાં પોતાની ઇનિંગ્સનો ૬૩મો રન બનાવવાની સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી. હસ્સીએ મુંબઇ સામેની મેચ પહેલાં ૬૪૬ રન બનાવ્યા હતા. તેણે પોતાની આ ઇનિંગ્સનો જેવો ૬૩મો રન પૂરા કર્યો કે તે તરત જ ગેઇલના ૭૦૮ રનના સ્કોરને વટાવી ગયો હતો. હસ્સીએ હવે ૧૬ મેચમાં ૭૩૨ રન બનાવ્યા છે. હસ્સી હવે ગેઇલે ગયા વર્ષે આઇપીએલ-૫માં નોંધાવેલા ૭૩૩ રનના વિક્રમ કરતાં બે રન પાછળ છે અને તે આ સિદ્ધિ ૨૬મી મેની ફાઇનલમાં હાંસલ કરી શકે છે.