તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ છે સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા, પોતાના આ કામોને કારણે છે ફેમસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાનો આજે 31મો જન્મદિવસ છે. ઉત્તર પ્રદેશના શાનદાર લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન સુરેશ રૈના હાલ ભલે ટીમની બહાર હોય પણ ટીમ ઈન્ડિયા માટે તેણે કરેલા જબરદસ્ત પ્રદર્શન અને રેકોર્ડ્ઝની અવગણના કરી શકાય તેમ નથી. સુરેશ રૈનાના રેકોર્ડ્ઝ અને તેના રમવાના અંદાજ તથા બેટિંગ અંગે ઘણી ચર્ચાઓ થઈ ચુકી છે. આજે અમે અહીં સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈના વિશે વાત કરી રહ્યાં છીએ. જે હંમેશાથી પતિને દરેક બાબતે સપોર્ટ કરતી રહી છે. પ્રિયંકા રૈનાની છબી માત્ર સ્ટાર ક્રિકેટરની પત્ની સુધી મર્યાદિત નથી, તેના કામોને કારણે તે ઘણી લોકપ્રિય છે.

 

ગરીબ માતા અને બાળકોની મદદે પહોંચે છે પ્રિયંકા રૈના...


- પ્રિયંકા ચૌધરી રૈના અને સુરેશ રૈનાએ સાથે મળીને એક ચેરિટી ફાઉન્ડેશનની શરુઆત કરી હતી. 
- આ ચેરિટી ફાઉન્ડેશનનું નામ તેમણે ગ્રેસિયા રૈના ફાઉન્ડેશન રાખ્યું છે. પ્રિયંકા અને સુરેશ રૈનાએ આ ફાઉન્ડેશન દીકરી ગ્રેસિયાના જન્મદિવસે કરી હતી.
- આ ફાઉન્ડેશન ગરીબ માતા અને બાળકોની શારીરિક અને માનસિક સમસ્યાઓને ઉકેલવા મદદ કરે છે.
- આ ફાઉન્ડેશન થકી પ્રિયંકા રૈના ગરીબ મહિલાઓને આત્મનિર્ભર થવા અને બાળકો મામલે મહત્વપૂર્ણ નિર્ણયો જાતે લેવા પણ પ્રેરિત કરે છે.
- આ ઉપરાંત ગરીબ મહિલાઓને પ્રેગ્નન્સી, બાળકો અને બાળકોના જન્મ સમયે તથા પછી સ્વસ્થ રહેવા અને પોષણયુક્ત આહાર સંબંધે પણ જાગૃત કરે છે.

 

આ કાર્યો સાથે પણ જોડાય પ્રિયંકા રૈના


- પ્રિયંકા રૈનાએ રેડિયો શો પણ કર્યો હતો. આ ઉપરાંત તે Delhi NCR Food Bank Network સાથે પણ જોડાયેલી છે.
- Delhi NCR Food Bank Network ગરીબ બાળકો અને મહિલાઓ સુધી પોષણયુક્ત આહાર પહોંચાડવાનું કામ કરે છે.
- પ્રિયંકા રૈના ‘નન્હી જાન’ જેવા ઘણા અભિયાન સાથે પણ જોડાયેલી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા રૈના અગાઉ બેકિંગ સેક્ટરમાં કાર્યરત હતી.
- બીટેક કરનારી પ્રિયંકાએ કરિઅરનો પ્રારંભ આઈટી પ્રોફેશનલ તરીકે કર્યો હતો. 
- દીકરી ગ્રેસિયાને સમય આપવા અને તેની ઈચ્છાઓને પૂર્ણ કરવાના હેતુસર તેણે કરિઅર છોડી દીધું. જોકે તે પછી જ તેને ગર્ભવતી મહિલાઓ તથા બાળકો માટે કંઈ કરવાની પ્રેરણા મળી હતી.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ પ્રિયંકા રૈનાની વધુ તસવીરો..........)