વિરાટની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાની રેકોર્ડ જીત, સિરીઝમાં આ 6 પ્લેયર છવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી લીધી છે. દિલ્હીમાં રમાયેલ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ડ્રો થઇ હતી. ભારતે બીજી ટેસ્ટ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. સિરીઝ જીતવાની સાથે ભારતે સતત નવ ટેસ્ટ સિરીઝ જીતવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી પણ કરી લીધી છે. ત્રણ મેચમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

 

મેચ સમરી

 

ભારત- 536/7d અને 248/5d

શ્રીલંકા- 373 અને 299/5 રન

 

સિરીઝમાં આ 6 ભારતીય છવાયા

 

1-વિરાટ કોહલી (610 રન)
2- મુરલી વિજય (292 રન)
3- ચેતેશ્વર પૂજારા (289 રન)
4- રોહિત શર્મા (217 રન)
5- આર.અશ્વિન (12 વિકેટ)
6- રવિન્દ્ર જાડેજા (10 વિકેટ)

 

સિરીઝમાં વિરાટે બનાવ્યા આટલા રેકોર્ડ

 

- વિરાટે ત્રણ મેચની સિરીઝમાં 5 ઇનિંગ્સમાં 610 રન બનાવ્યા હતા. તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. કોલકાતામાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં 0 અને 104* રન બનાવ્યા.નાગપુરમાં રમાયેલ બીજી ટેસ્ટમાં 213 રન બનાવ્યા. દિલ્હી ટેસ્ટમાં ત્રીજી ટેસ્ટમાં તેને 243 રન અને 50 રનની ઇનિંગ રમી હતી.
- વિરાટ કોહલી 3 વખત કોઇ ટેસ્ટ સિરીઝમાં 600 કે તેથી વધુ રન બનાવી ચુક્યો છે. આમ કરતા તેને સુનીલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડને પાછળ છોડી નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો. આ બન્નેએ 2-2 વખત આટલા રન બનાવ્યા હતા.
- આ સિરીઝમાં કુલ 610 રન બનાવવાની સાથે વિરાટે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં સૌથી વધુ રન બનાવવા મામલે ચોથા નંબર પર આવી ગયો. ગ્રેહામ ગુચ (752), બ્રાયન લારા (688) અને મોહમ્મદ યૂસુફ (665) તેનાથી આગળ છે.
- ત્રીજી ટેસ્ટની બન્ને ઇનિંગ્સને મળીને વિરાટે કુલ 293 રન (243 અને 50) બનાવ્યા. આ સાથે જ તે એક ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે, તેને સુનીલ ગાવસ્કર (289 રન,Vs વેસ્ટ ઇન્ડીઝ, 1978-79)નો રેકોર્ડ તોડ્યો.
- વિરાટે આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 2818 રન બનાવ્યા. આ સાથે જ તે આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો.
- દિલ્હીમાં રમાયેલ સિરીઝની ત્રીજી મેચમાં વિરાટ 243 રન બનાવીને આઉટ થયો. આ વિરાટની કારકિર્દીની છઠ્ઠી બેવડી સદી હતી. આ બેવડી ફટકારતા જ તેને ભારત તરફથી સૌથી વધુ બેવડી સદી ફટકારવા મામલે વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે.
- વિરાટ કેપ્ટન તરીકે વિશ્વમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. દિલ્હીમાં બેવડી સદી ફટકારતા તેને બ્રાયન લારાના રેકોર્ડને તોડ્યો હતો જેને કેપ્ટન તરીકે 5 બેવડી સદી ફટકારી હતી.
- દિલ્હી ટેસ્ટમાં વિરાટે 243 રન બનાવ્યા હતા. જે તેની ટેસ્ટ કારકિર્દીનો બેસ્ટ સ્કોર પણ હતો. આ પહેલા ટેસ્ટ મેચમાં તેનો બેસ્ટ સ્કોર 235 રન હતો, જે તેને ડિસેમ્બર 2016માં મુંબઇમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બનાવ્યો હતો.
- આ સિરીઝની ત્રીજી ટેસ્ટ દરમિયાન વિરાટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને સૌથી ઝડપી 16 હજાર રન બનાવનાર ક્રિકેટર પણ બની ગયો, તેને 350મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

 

ભારતે સતત સિરીઝ જીતના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

 

- શ્રીલંકા સામે રમાયેલ સિરીઝની પ્રથમ અને અંતિમ મેચ ડ્રો થઇ હતી. પરંતુ બીજી મેચ જીતવાની સાથે ભારતે આ સિરીઝ 1-0થી જીતી લીધી અને સતત નવ ટેસ્ટ સિરીઝ જીતવાના ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.
- ઇંગ્લેન્ડે 1884થી 1892 સુધી અને ઓસ્ટ્રેલિયાએ 2005થી 2008 સુધી સતત નવ ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી. જ્યારે ભારતે 2015થી 2017ની વચ્ચે સતત નવ સિરીઝ જીતી છે.
- ટીમ ઇન્ડિયા પોતાની આગળની ટેસ્ટ સિરીઝ દક્ષિણ આફ્રિકા સામે જાન્યુઆરી 2018માં રમશે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, ભારતની જીતના અન્ય હીરો વિશે...

અન્ય સમાચારો પણ છે...