શ્રીલંકા સામે વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, યુવરાજની બાદબાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક:  શ્રીલંકા સામે રમાનારી આગામી વન-ડે શ્રેણી માટે જાહેર થયેલી ટીમમાંથી સંઘર્ષ કરી રહેલા યુવરાજસિંહની બાદબાકી કરવામાં આવી છે.  બીજી તરફ ધોનીને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. મનીષ પાંડેએ ટીમમાં પુનરાગમન કર્યું છે. ચાર સિનિયર બોલર્સે શમી, ઉમેશ, અશ્વિન તથા રવીન્દ્ર જાડેજાને આરામ અપાયો છે. વન-ડે સિરીઝ 20 ઓગસ્ટથી શરુ થશે જેમાં મુંબઈનો શાર્દુલ ઠાકુર ડેબ્યૂ કરી શકે છે. ટીમ જાહેર થયા બાદ યુવીની બાદબાકીથી વિવાદ થતા જ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે જણાવ્યું કે, યુવીની બાદબાકી કરવામા નથી આવી પણ તેને આરામ આપવામાં આવ્યો છે, ટીમના દરવાજા કોઈની માટે બંધ થયા નથી.
 
વન-ડે ટીમ : વિરાટ કોહલી (સુકાની), શિખર ધ‌વન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મનિષ પાંડે, અજીંક્ય રહાણે, કેદાર જાધ‌વ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યઝુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર.
 
શ્રીલંકા સામેની વન-ડે અને ટી-20 સિરીઝનો કાર્યક્રમ

પ્રથમ વન-ડેઃ 20 ઓગસ્ટ, પલ્લેકેલ
બીજી વન-ડેઃ 24 ઓગસ્ટ, દામ્બુલા
ત્રીજી વન-ડેઃ 27 ઓગસ્ટ, પલ્લેકેલ
ચોથી વન-ડેઃ 31 ઓગસ્ટ, કોલમ્બો
પાંચમી વન-ડેઃ 3 સપ્ટેમ્બર, કોલમ્બો
એકમાત્ર ટી-20: 6 સપ્ટેમ્બર, કોલમ્બો
 
આગળની સ્લાઈડ્સમાં જાણો વન-ડે અને ટીમમાં સ્થાન મેળવનારા ખેલાડીઓના પ્રદર્શન વિશે
અન્ય સમાચારો પણ છે...