તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેસ્ટમાં સૌથી ઝડપી 300 વિકેટ લેનાર બોલર બન્યો અશ્વિન, લિલીનો રેકોર્ડ તોડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ રવિચંદ્રન અશ્વિન વિશ્વમાં સૌથી ઝડપી 300 વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે 300 વિકેટ માટે 54 ટેસ્ટ મેચ રમી હતી. અશ્વિને ઓસ્ટ્રેલિયાના ડેનિસ લિલીનો 36 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો. લિલીએ 56 ટેસ્ટમાં 300 વિકેટ લીધી હતી. ભારતીય ઓફ સ્પિનરે શ્રીલંકા સામેની નાગપુર ટેસ્ટ દરમિયાન 8 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 67 રન પર 4 અને બીજી ઈનિંગમાં 63 રન પર 4 વિકેટ ઝડપી હતી.

 

એક કેલેન્ડર વર્ષમાં 50 વિકેટ પણ ઝડપી...


- અશ્વિને આ સાથે જ 2017માં 50 ટેસ્ટ વિકેટ પણ પૂર્ણ કરી લીધી છે. તેની આ વર્ષે ટેસ્ટમાં 52 વિકેટ થઈ ગઈ છે.
- અશ્વિન આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનારા દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાથી માત્ર 2 વિકેટ પાછળ છે. 
- સતત ત્રીજા વર્ષે 50થી વધુ વિકેટ ઝડપનાર અશ્વિન ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો ક્રિકેટર છે. અશ્વિન પહેલા ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરન આ સિદ્ધી મેળવી ચુક્યા છે.
- 2015માં અશ્વિને 62 વિકેટ અને 2016માં 72 વિકેટ ઝડપી હતી, જે પછી 2017માં 52 વિકેટ ઝડપી છે.
- 2017માં ભારતીય ટીમે હજુ એક ટેસ્ટ રમવાની છે. જે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ હશે.

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો સૌથી ઝડપી 300 વિકેટ લેનારા અન્ય બોલર્સ વિશે....)