આ વર્લ્ડ રેકોર્ડથી માત્ર 4 ડગલા દુર છે ધોની, કદાચ કોઈ તોડી શક્શે!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 વન-ડે મેચોની શ્રેણી હાલ રમાઈ રહી છે, જેની 2 મેચોમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. સીરીઝની બીજી મેચમાં ભારતીય વિકેટ કીપર એમએસ ધોનીએ 2 સ્ટમ્પિંગ કરતા તેના કરિઅરના સ્ટમ્પિંગનો ટોટલ વધીને 96 થઈ ગયો છે. હવે 100 સ્ટમ્પિંગના વર્લ્ડ રેકોર્ડથી તે માત્ર 4 ડગલા જ દુર છે.
 
 
હાલ બીજા નંબરે છે ધોની....

- એમએસ ધોની હાલ 96 સ્ટમ્પિંગ સાથે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ વિકેટ કીપર બાદ બીજા નંબરે છે. 
- ધોની આગામી મેચોમાં 4 સ્ટમ્પિંગ કરે છે તો તે આ સિદ્ધી મેળવનારો વિશ્વનો એકમાત્ર વિકેટ કીપર બની જશે.
- ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં એકપણ વિકેટ કીપર 100 સ્ટમ્પિંગની સિદ્ધી મેળવી શક્યું નથી.
 
ધોની રેકોર્ડ બનાવશે, કદાચ જ કોઈ તોડી શકશે
 
 
- ધોની જો આ રેકોર્ડ બનાવશે તો આવનારા દાયકાઓ સુધી આ રેકોર્ડ તૂટવાની આશા નથી. કારણ કે કોઈપણ વિકેટ કીપર હાલ ધોનીને ટક્કર આપવાની સ્થિતિમાં નથી.
- ધોની (એવરેજ-0.33/મેચ) બાદ સૌથી વધુ સ્ટમ્પિંગ કરનારા વર્તમાન વિકેટ કીપરમાં બાંગ્લાદેશી મુશ્ફિકુર રહીમ (એવરેજ- 0.22/મેચ) અને પાકિસ્તાની કેપ્ટન સરફરાજ એહમદ (0.29/મેચ) નજીક છે. 
- મુશ્ફિકુર રહીમે 11 વર્ષમાં 176 મેચ રમી માત્ર 40 સ્ટમ્પિંગ કર્યા છે, જ્યારે સરફરાઝે 10 વર્ષમાં 75 મેચ રમી માત્ર 22 સ્ટમ્પિંગ જ કરી છે.
- જ્યારે કે, ધોનીએ 13 વર્ષના કરિઅરમાં અત્યારસુધી 96 સ્ટમ્પિંગ કર્યા છે. એવામાં આ વાત નક્કી છે કે ધોનીના નામે રેકોર્ડ બનશે આવનારા 1-2 દાયકા સુધી તો કોઈ તેને તોડી શકવાનો નથી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ધોની ઉપરાંત વન-ડેમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરનારા અન્ય 9 વિકેટ કીપર્સ....)
 
અન્ય સમાચારો પણ છે...