કાલથી IND-SL વચ્ચે અંતિમ ટેસ્ટ, વિરાટ તોડી શકે છે ધોનીનો રેકોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ શનિવારથી પલ્લેકેલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડિયા શરૂઆતની બે મેચ જીતીને સીરિઝમાં 2-0થી આગળ છે. સીરિઝની અંતિમ મેચ જીતીને તે ક્લીન સ્વીપ કરવા માંગશે. આ મેચને જીતીને વિરાટ સામે કેટલાક રેકોર્ડ બનાવવાની તક છે.
 
ધોનીને પાછળ છોડી દેશે વિરાટ
 
- વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ વિદેશી ધરતી પર છ ટેસ્ટ મેચ જીતી ચુકી છે. જો ભારત આ મેચને પણ જીતી લે છે તો તે ધોનીને પાછળ છોડી વિદેશમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની જશે.
- વિરાટની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી વિદેશમાં 12 મેચ રમી છે, જેમાંથી 6 જીતી છે. કોલંબો ટેસ્ટ જીતીને વિરાટ વિદેશમાં જીત મામલે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની બરાબરી પર આવી ગયો હતો.
- ધોનીની કેપ્ટન્સીમાં પણ ભારતે વિદેશમાં રમેલ 30 મેચમાંથી 6 મેચ જીતી હતી. જ્યારે વિરાટે કારકિર્દીની 12મી (વિદેશમાં) મેચમાં જ ધોનીની બરાબરી કરી લીધી હતી.
- વિદેશમાં સૌથી વધુ મેચ જીતવાનો ભારતીય રેકોર્ડ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામ પર છે, જેમની કેપ્ટન્સીમાં ભારતે 11 મેચ જીતી હતી.
 
જીત્યા તો શ્રીલંકાની ધરતી પર સૌથી સફળ વિદેશી ટીમ બનશે ભારત
 
- ભારતીય ટીમ જો આ સીરિઝને 3-0થી જીતવામાં સફળ થાય છે તો તે શ્રીલંકાની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનારી વિદેશી ટીમ બની જશે. ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી શ્રીલંકામાં 23 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેને 8માં જીત મળી છે. શ્રીલંકામાં સૌથી વધુ ટેસ્ટ જીત મામલે ભારત અને પાકિસ્તાન બરાબરી પર છે.
- પાકિસ્તાને પણ 23 ટેસ્ટ મેચમાંથી 8માં જીત મેળવી છે. ક્લીન સ્વીપ કરવાની સ્થિતિમાં ભારતની જીતની સંખ્યા 9 થઇ જશે.
- શ્રીલંકા વિરૂદ્ધ ઓવર ઓલ (ઘર-બહાર) જીત મામલે પાકિસ્તાન (51 મેચ, 19 જીત) નંબર વન પોઝિશન પર છે. જો ભારતીય ટીમ (40 મેચ, 18 જીત) આ મામલે બીજા નંબર પર છે.
 
ભારત માટે વિદેશમાં હશે પ્રથમ ક્લીન સ્વીપ
 
- ટીમ ઇન્ડિયા જો પલ્લેકેલે ટેસ્ટ જીતી જાય છે, તો ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ તક હશે જ્યારે ભારતીય ટીમ વિદેશી ધરતી પર ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ક્લીન સ્વીપ કરશે. આ પહેલા ભારતે અત્યાર સુધી વિદેશમાં માત્ર બે મેચની સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યુ છે.
- આ સીવાય ક્રિકેટના ઇતિહાસમાં આવુ બીજી વખત થશે જ્યારે ટીમ ઇન્ડિયા વિદેશી ધરતી પર કોઇ સીરિઝમાં ત્રણ ટેસ્ટ જીતશે.આ પહેલા ભારતે માત્ર એક વખત કોઇ સીરિઝમાં ત્રણ મેચ જીતી છે.
- પૂર્વ કેપ્ટન મન્સુર અલી ખાન પટૌડીના નેતૃત્વમાં ફેબ્રુઆરી-માર્ચ 1968માં ન્યૂઝીલેન્ડને ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં 3-1થી હરાવ્યું હતું. આ સીરિઝમાં ટીમ ઇન્ડિયા પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ક્રાઇસ્ટચર્ચમાં બીજી મેચ હારી ગઇ હતી. જો કે તે બાદની બન્ને મેચ ભારત જીતી ગયું હતું.
 
વિદેશમાં અત્યાર સુધી આ ટીમોને કરી ક્લીન સ્વીપ
 
- ટીમ ઇન્ડિયાએ વિદેશમાં અત્યાર સુધી માત્ર બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો વિરૂદ્ધ એક કે બે મેચની સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યુ છે.
- ભારતે વર્ષ 2000માં બાંગ્લાદેશને 1 ટેસ્ટમાં હરાવ્યું હતું. જ્યારે વર્ષ 2004 અને 2010માં બે-બે ટેસ્ટ મેચની સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યુ હતું. તે સીવાય વર્ષ 2005માં ઝિમ્બાબ્વેને તેની ધરતી પર બે મેચમાં 2-0થી હરાવ્યુ હતું.
 
પ્રથમ બે મેચમાં મળી આસાન જીત
 
- ભારતે સીરિઝની શરૂઆતની બે મેચમાં આસાન જીત મેળવી છે. ગાલેમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં તેને શ્રીલંકાને 304 રને હરાવ્યું હતું. જ્યારે કોલંબોમાં રમાયેલ સીરિઝની બીજી મેચમાં યજમાન ટીમને એક ઇનિંગ અને 53 રનથી હરાવ્યું હતું.
 
પલ્લેકેલમાં આવો છે ભારતનો રેકોર્ડ
 
- ભારત આ પહેલા ક્યારેય પલ્લેકલમાં ટેસ્ટ મેચ રમ્યુ નથી. જ્યારે શ્રીલંકાએ અહી પાંચ ટેસ્ટ મેચમાંથી એક જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે. ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર એક વન ડે અને એક ટી-20 મેચ રમી છે જેમાં બન્નેમાં તેનો વિજય થયો છે.
 
અંતિમ મેચ માટે ટીમમાં અક્ષર પટેલ
 
- પલ્લેકેલમાં રમાનાર ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ માટે લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલને ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે.
- અક્ષરને સસ્પેન્ડ કરાયેલા નંબર 1 ટેસ્ટ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો છે. કોલંબો ટેસ્ટ બાદ રવિન્દ્ર જાડેજાને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ મેચમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.
 
નવા પ્લેયર્સને મળી શકે છે તક
 
- ટીમ ઇન્ડિયા આ સીરિઝ પહેલાથી જીતી ચુકી છે, એવામાં વિરાટને આ મેચમાં હાર-જીતનું વધુ ટેન્શન નથી અને વિરાટ સામે પોતાની બેંચ સ્ટ્રેન્થને ચેક કરવાની સારી તક છે.
- ટીમ ઇન્ડિયા સાથે શ્રીલંકા પ્રવાસે ગયેલા કેટલાક પ્લેયર્સને અત્યાર સુધી ટેસ્ટ શ્રેણીમાં રમવાની તક નથી મળી. એવામાં આ પ્લેયર્સને પ્લેઇંગ ઇલેવનમાં વિરાટ શામેલ કરી શકે છે.
- આ પ્લેયર્સમાં સૌથી પ્રથમ નામ રોહિત શર્માનું છે. રોહિતે અત્યાર સુધી ટેસ્ટ કારકિર્દીની 21 મેચમાં 37ની એવરેજથી 1184 રન બનાવ્યા છે પરંતુ અત્યાર સુધી ટેસ્ટ સીરિઝમાં રમવાની તક નથી મળી. એવામાં વિરાટ તેને રમવાની તક આપી શકે છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, ટેસ્ટ સીરિઝમાં ક્યા ભારતીય પ્લેયર્સને અત્યાર સુધી નથી મળી રમવાની તક...
 
અન્ય સમાચારો પણ છે...