ICCએ બદલ્યા મેચના નિયમ, હવે ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ રેડ કાર્ડ

ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ રેડ કાર્ડ સિસ્ટમ લાગુ થશે જ્યારે બેટની સાઇઝ પણ બદલાશે

divyabhaskar.com | Updated - Sep 26, 2017, 12:18 PM
ICC rules change now Red cricket in cricket like football
દૂબઇ: ICCએ ક્રિકેટના કેટલાક નિયમમાં ફેરફાર કર્યો છે જે 28 સપ્ટેમ્બરથી લાગુ થશે. હવે ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ રેડ કાર્ડ સિસ્ટમ લાગુ થશે. જ્યારે ટેસ્ટની જેમ ટી-20 ક્રિકેટમાં પણ DRS સિસ્ટમ લાગુ થઇ જશે. જ્યારે બેટની સાઇઝ પણ બદલાશે.
ક્યાં ક્યા નિયમ બદલાશે
- અમ્પાયર બતાવી શકશે રેડ કાર્ડ
- બોલર ક્રીઝ પહેલા કરી શકશે રન આઉટ
- બેટની સાઇઝ લિમિટથી મોટી નહીં હોઇ શકે
- બોલને હાથથી રોકવા પર આપવામાં આવતા 'હેન્ડલ્ડ ધ બોલ' હવે 'ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ'માં ગણવામાં આવશે
અમ્પાયર બતાવી શકશે રેડ કાર્ડ

- હવે અન્ય રમતોની જેમ ક્રિકેટ અમ્પાયર પણ રેડ કાર્ડ બતાવી શકશે
- પ્લેયર્સના ખરાબ અને ઓબ્જેક્શનેબલ વ્યવહારમાં સુધાર માટે આ નિયમ લાવવામાં આવ્યો છે
- જેમાં અમ્પાયર ખેલાડીઓને ચાર લેવલના ગુનાના આધારે પોતાનો નિર્ણય કરશે
- ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત હશે જ્યારે પ્લેયરને મેદાન બહાર મોકલવામાં આવશે.

આ કંડિશનમાં અમ્પાયર બતાવી શકશે રેડ કાર્ડ

- પ્લેયર્સના વારંવાર અનુશાસનહીનતા કરવા પર
- અમ્પાયરને ધમકી કે તેની સાથે મારામારી કરવાની સ્થિતિમાં
- પ્લેયર્સ, ઓફિશિયલ્સ કે વિજિટર્સ સાથે હિંસા કરવા પર
- રમત દરમિયાન મેદાન પર કોઇ પણ પ્રકારનો હિંસક વ્યવહાર કરવા પર
આગળની સ્લાઇડમાં વાંચો, ક્રિકેટમાં આ નિયમ પણ બદલાશે...

ICC rules change now Red cricket in cricket like football
રન આઉટનો નિયમ બદલાયો
 
- એમસીસીએ રન આઉટના નિયમમાં એક મોટો બદલાવ કર્યો છે, જે બેટ્સમેનના ફેવરમાં છે.
- નવા નિયમ અનુસાર, જો ક્રીઝમાં પહોચ્યા બાદ બેલ્સ પડતા સમયે જો બેટ્સમેનનું બેટ કે બોડીનો કોઇ ભાગ હવામાં રહેશે તો પણ તેને આઉટ નહીં માનવામાં આવે.
- ક્રિકેટના નિયમોમાં બદલાવની આ ભલામણો ગત વર્ષે ડિસેમ્બરમાં એમીસીસીએ કરી હતી, તેની માટે મુંબઇમાં એક મીટિંગ મળી હતી.
- એમીસીસીની વર્લ્ડ ક્રિકેટ કમિટીના ચેરમેન અને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક બ્રેયરલીની આગેવાનીમાં મળેલ આ મીટિંગમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કરાવવા અને ચાર દિવસની ટેસ્ટ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો પરંતુ તેની પર કોઇ નિર્ણય થયો નથી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, ક્રિકેટના બદલાયેલા અન્ય નિયમ વિશે....
 
 
ICC rules change now Red cricket in cricket like football
બોલર ક્રીઝ પહેલા કરી શકશે રન આઉટ
 
- બોલર જ્યારે બોલ નાખવાની તૈયારીમાં રહે છે અને તે રનરઅપ લઇ રહ્યો છે, જો આ સમયે નોન સ્ટ્રાઇકર એન્ડનો બેટ્સમેન ક્રીઝથી બહાર નિકળી ગયો તો બોલર તેને ક્રીઝ સુધી પહોચતા રન આઉટ કરી શકે છે
 
ICC rules change now Red cricket in cricket like football
બેટની સાઇઝ લિમિટથી મોટી નહીં હોઇ શકે
 

- બેટ અને બોલ વચ્ચે બરાબરીની ટક્કર માટે એમસીસીએ બેટની સાઇઝની લિમિટ પણ નક્કી કરી દીધી છે
- હવે બેટની લંબાઇ 108 મિમી, પહોળાઇ 67 મિમી અને ખુણાની પહોળાઇ 40 મિમીથી વધુ નહી હોઇ શકે
 
ICC rules change now Red cricket in cricket like football
આઉટ થવાની અન્ય એક રીત
 

- આઉટ થવાની રીતની સંખ્યા પણ ઘટાડીને 10માંથી 9 કરવામાં આવી છે.
- બોલને હાથથી રોકવા પર આપવામાં આવતા 'હેન્ડલ્ડ ધ બોલ' હવે 'ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ'માં ગણવામાં આવશે
 
X
ICC rules change now Red cricket in cricket like football
ICC rules change now Red cricket in cricket like football
ICC rules change now Red cricket in cricket like football
ICC rules change now Red cricket in cricket like football
ICC rules change now Red cricket in cricket like football
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App