તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝી. સામે શ્રેણી માટે આજે ભારતીય ટેસ્ટ ટીમની પસંદગી, રોહિત-જાડેજા પર લટકતી તલવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી ત્રણ ટેસ્ટની સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન થઇ ગયુ છે. રોહિત શર્મા અને શિખર ધવનને જીવનદાન આપવામાં આવ્યું છે. અજિંક્ય રહાણે ટીમનો વાઇસ કેપ્ટન હશે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગયેલી 17 સભ્યોની ટીમમાંથી બે ખેલાડીઓ સ્ટુઅર્ટ બિન્ની અને શાર્દૂલ ઠાકુરને બહાર કરવામાં આવ્યા છે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, મુરલી વિજય, આર.અશ્વિન, રોહિત શર્મા, રિદ્ધિમાન સહા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, ભૂવનેશ્વર કુમાર, અમિત મિશ્રા, ઉમેશ યાદવ
ન્યૂઝીલેન્ડની ટીમ મંગળવારે ભારત આવશે
- ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ મંગળવારે ભારતમાં આગમન કરશે જ્યાં તે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.
- બંને ટીમો વચ્ચે 22મી સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટ રમાશે.
- બીજી ટેસ્ટ 30મીથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે તથા ત્રીજી ટેસ્ટ આઠમી ઓક્ટોબરથી ઇન્દોર ખાતે રમાશે.
- ટેસ્ટ શ્રેણી બાદ બંને ટીમો પાંચ મેચની વન-ડે શ્રેણી રમશે.
આગળની સ્લાઇડમાં જુઓ, ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટેની ભારતીય ટીમ....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો