વર્લ્ડકપમાં ભારતીય મહિલાઓનું શાનદાર પર્ફોર્મન્સ, ઈંગ્લેન્ડને આમ આપી માત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ ધમાકેદાર બેટિંગ બાદ બોલર્સની શાનદાર બોલિંગ થકી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે યજમાન ઈંગ્લેન્ડને 35 રનથી પરાજય આપી આઈસીસી વુમન્સ વર્લ્ડ કપનો પ્રારંભ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 50 ઓવરોમાં 3 વિકેટના ભોગે 281 રન બનાવ્યા હતા. જેની સામે ઈંગ્લેન્ડની ટીમ 47.3 ઓવરમાં 246 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી દિપ્તી શર્માએ સૌથી વધુ 3 વિકેટ અને શિખા પાંડેએ 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત પૂનમ યાદવે 1 વિકેટ ઝડપી હતી.
 
આવી હતી ભારતીય ઈનિંગ

- ટોસ હારી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરુઆત કરી હતી. બંને ઓપનરે પ્રથમ વિકેટ માટે 26.5 ઓવરોમાં 144 રનની ભાગીદારી કરી હતી.
- આ મેચમાં પોતાના કરિઅરની છઠ્ઠી અડધી સદી ફટકારનારી મંધાનાએ શાનદાર બેટિંગ કરી પરંતુ તે ઈંગ્લિશ કેપ્ટન નાઈટના બોલ પર કેચ આપી બેઠી હતી.
- મંધાનાના આઉટ થયા બાદ રાઉત અને કેપ્ટન મિતાલીએ બીજી વિકેટ માટે 78ની ભાગીદારી કરી સ્કોરને 200 ઉપર પહોંચાડ્યો હતો.
 
આવી હતી ઈંગ્લેન્ડની ઈનિંગ...

- 282 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યજમાન ટીમને ભારત જેવી સારી શરુઆત ન મળી.
- 33 રનના સ્કોર પર જ શિખાએ ટૈમી બેયૂમોંટ (14 રન)ની વિકેટ ઝડપી હતી, તે પછી 42 રનના સ્કોરે ઈંગ્લેન્ડની સ્ટાર બેટ્સવુમન સારા ટેલરની વિકેટ ઝડપી હતી.
- ઈંગ્લેન્ડની ટીમની વિકેટ સમયાંતરે પડતી ગઈ અને 154 રન સુધી તો તેમણે 5 વિકેટ ગુમાવી દીધી હતી.
- અંતે તેઓ 246 રનમાં ઓલઆઉટ થઈ જતા ભારતનો વિજય થયો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ભારત-ઈંગ્લેન્ડ મેચની તસવીરો........)