• Gujarati News
  • Indian Team's Poor Start, Winning Both Singles Sarbiyae

ભારતીય ટીમનો કંગાળ પ્રારંભ, સર્બિયાએ બંને સિંગલ્સ જીતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ટુર્નામેન્ટ દરમિયાનની ફાઇલ તસવીર)
- ભારતીય ટીમનો કંગાળ પ્રારંભ, સર્બિયાએ બંને સિંગલ્સ જીતી
- યુકી ભાંભરીનુ પ્રદર્શન પણ ખુબ જ ચિંતાજનક રીતે ખરાબ રહ્યુ હતુ

બેંગલોર : અણીના સમયે મળેલી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહેલો યુકી ભાંબરી પ્રથમ સિંગલ્સમાં દુસાન લાજોવિચ સામે સીધા સેટમાં હારી જતાં અહીં રમાતી ડેવિસ કપ વર્લ્ડ ગ્રૂપ પ્લે ઓફ મુકાબલામાં સર્બિયાએ ભારત સામે 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. એડીની ઈજાના કારણે સિઝનને ગુમાવનાર યુકીને વિશ્વના 61મા ક્રમાંકિત લાજોવિચ સામે બે કલાક અને ચાર મિનિટના સંઘર્ષ બાદ 6-3, 6-2, 7-5થી હરાવ્યો હતો.
ત્યાર બાદ સોમદેવ પણ ફિલિપ ક્રાજિનોવિચ સામે ભારે સંઘર્ષ બાદ 6-1, 4-6, 6-3, 6-2થી હારતા ભારતે બંને સિંગલ્સ ગુમાવી હતી અને 2-0થી પાછળ થઈ ગયું હતું. ચાલુ વર્ષના ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમની પ્રી-ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચેલા લાજોવિચ સામે ભાંબરીને પ્રત્યેક સેટમાં બેઝલાઇન ગેમ રમવાની ફરજ પડી હતી. નવમાંથી સાત બ્રેક પોઇન્ટનો લાભ લેવામાં નિષ્ફળ ગયેલા ભાંબરીએ મુકાબલામાં કુલ 59 અનફોર્સ એરર કરી હતી જેની તેણે પરાજયના સ્વરૂપે મોટી કિંમત ચૂકવી હતી.
યુકીએ પણ મુખ્યત્વે બેઝલાઇન ગેમ રમવાની રણનીતિ અપનાવી હતી પરંતુ અણીના સમયે તેણે સામાન્ય ભૂલોના કારણે ઘણા પોઇન્ટ્સ ગુમાવ્યા હતા. ભારતીય ખેલાડીએ સાત વખત સેટ પોઇન્ટ પર ભારે લડત આપી હતી. ત્રીજા સેટમાં એક સમયે યુકીએ 4-1ની સરસાઇ મેળવી હતી.