તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોહલીને પ્લેઇંગ 11ની પસંદગીની સમસ્યા: બે ઓપનિંગ બેટ્સમેન માટે ત્રણ દાવેદાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી : 21મી જુલાઇથી શરૂ થઇ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણી પહેલા વેસ્ટ ઇન્ડીઝની સામે પ્રેક્ટિસ મેચ રમીને ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીની પરેશાની વધી ગઇ છે. બે પ્રેક્ટિસ મેચ બાદ કોહલી સામે ટીમની પસંદગીની ઘણી સમસ્યાઓ ઉભી થઇ છે અને આ સમસ્યાનો હલ શોધવો તેના માટે મુશ્કેલ બની શકે છે. પ્લેઇંગ 11મા ક્યાં ખેલાડીની પસંદગી કરવી તે એક મોટો સવાલ છે.

એન્ટીગાની ધીમી પિચ પર કેટલા બોલર્સ સાથે ઊતરવું તે મોટો પ્રશ્ન

બે ઓપનિંગ બેટ્સમેન માટે ત્રણ દાવેદાર છે તો બે ઝડપી બોલરની જગ્યા માટે તેની પાસે પાંચ બોલર્સ છે. તમામ બોલર્સે પ્રેક્ટિસ મેચમાં સરેરાશ પ્રદર્શન કર્યું હતું. વળી, મિડલ ઓર્ડરમાં ચેતશ્વર પૂજારા કે રોહિત શર્મા આ બંનેમાંથી કોની પસંદગી કરવી તે પણ એક મોટો સવાલ છે. 21મી જુલાઇથી શરૂ થઇ રહેલી ટેસ્ટ શ્રેણી પહેલા કોચ કુંબલે અને સુકાની વિરાટ કોહલીએ આ પ્રશ્નોનું સમાધાન શોધવું જ પડશે.

ઓપનિંગ માટે ધવન, વિજય, રાહુલ દાવેદાર

વિરાટ કોહલી માટે ઓપનિંગ બેટ્સમેની પસંદગી કરવી એક માથાના દુખાવા સમાન છે. એક તરફ કે.એલ. રાહુલ છે જેણે બે પ્રેક્ટિસ મેચમાં અડધી સદી ફટકારીને પોતાની દાવેદારી મજબૂત કરી છે તો બીજી તરફ શિખર ધવન છે જેણે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં અડધી સદી ફટકારી હતી પરંતુ તે બીજી મેચમાં કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. મુરલી વિજય પોતાની અગાઉની ઇનિંગ્સના કારણે ઓપનિંગમાં પોતાનું સ્થાન લગભગ નક્કી કરી ચૂક્યો છે. હવે એક સ્થાન માટે બે દાવેદાર છે. જોકે રાહુલ રેસમાં ધવન કરતાં આગળ હોય તે લાગે છે.

બે ઝડપી બોલર્સ અને દાવેદાર પાંચ

હાલમાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં બોલર્સ પોતાનો ક્વોટા જ પૂરો કરતો જોવા મળ્યા હતા. ચાર ટેસ્ટની શ્રેણી પહેલા વિરાટ કોહલીએ ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરને અજમાવ્યા હતા પરંતુ એક પણ બોલર પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નહોતો. શમી પણ બે પ્રેક્ટિસ મેચમાં બે વિકેટ જ લઇ શક્યો હતો. નવોદિત બોલર ઠાકુરે 22 ઓવર બોલિંગ કરી અને એક જ વિકેટ હાંસલ કરી શક્યો હતો. એન્ટીગામાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચની પિચ ધીમી રહેશે ત્યાં ઝડપી બોલર્સની અગ્નિપરીક્ષા થશે. વિરાટ સામે પ્રશ્ન એ રહેશે કે ક્યાં બોલિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઊતરે. ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઊતરે કે ત્રણ ઝડપી બોલર્સ સાથે.

મિડલ ઓર્ડરમાં રોહિત કે પૂજારા

કોહલીની ત્રીજી મોટી સમસ્યા મિડલ ઓર્ડરની પસંદગી છે. રોહિત શર્મા કે ચેતેશ્વર પૂજારામાંથી કોને પસંદ કરવા. રોહિતે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં 54 રન કર્યા હતા જ્યારે પૂજારા 34 રન કરી શક્યો હતો. બીજી મેચમાં રોહિત ન રમ્યો અને પૂજારાએ 28 રન કર્યા હતા. જોકે પૂજારાએ છેલ્લે સાઉથ આફ્રિકા સામે ચાર મેચમાં 202 રન કર્યા હતા અને તે શ્રેણીની બે મેચમાં રોહિત ફક્ત 26 રન કરી શક્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો