વિરાટે સ્વીકાર્યો બેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ, આ ખેલાડીઓનું પણ થયુ સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: બેંગલુરૂમાં BCCIના એન્યુઅલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ હતું. વિરાટ કોહલીને 2015-16 માટે બેસ્ટ ક્રિકેટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે આર.અશ્વિનનું દિલીપ સરદેસાઇ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં હાઇએસ્ટ સ્કોર બનાવનાર શ્રેયસ અય્યર તેમજ ડોમેસ્ટિક લેવલે ઓલ રાઉન્ડર પ્રદર્શન કરનાર અક્ષર પટેલનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું. પુરસ્કાર લેતા સમયે વિરાટ કોહલીએ કહ્યું કે તેની માટે 10થી 12 મહિના શાનદાર રહ્યાં.
 
તમામ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બનવા માંગુ છું- વિરાટ
 
- વિરાટ કોહલીએ આ પ્રસંગે કહ્યું "હું તેનાથી પરેશાન નથી થતો કે કોણ શું વિચારી રહ્યું છે, ડ્રેસિંગ રૂમમાં પણ આ જ વિચાર બનેલો છે. અમે સાથે જીતતા અને હારતા શીખ્યું છે. વિરાટે કહ્યું હું તમામ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બનવા માંગું છું.
- વિરાટે ટીમની પ્રશંસા કરતા કહ્યું કે સાથી ખેલાડીઓના સહયોગ વગર કઇ ન થઇ શકે. જે સમયે તમે સારૂ નથી કરી શકતા તે સમયે તમારા સહયોગી ટીમની કમાન સંભાળે છે, સાથે જ તેને પોતાના સહયોગી ખેલાડીઓનો આભાર માનતા કહ્યું કે તેમના વિશ્વાસ અને પ્રયાસો વગર ત્રીજી વખત આ સન્માન મેળવવું શક્ય ન હતું.
 
મને ખુદ પર વિશ્વાસ
 
- ટિકાકારોનો જવાબ આપતા વિરાટ કોહલીએ કહ્યું કે કારકિર્દીની શરૂઆતના દિવસોથી લઇને અત્યાર સુધી કેટલાક લોકો મારા પ્રદર્શન અને ક્ષમતાઓ પર સવાલ ઉઠાવતા આવ્યા છે, પરંતુ હું માત્ર ખુદ પર વિશ્વાસ કરૂ છું. મારૂ હંમેશાથી માનવુ છે કે જો હું રોજ મહેનત કરીશ તો મારે કોઇને જવાબ આપવાની જરૂર નથી.
- સાથે જ વિરાટ કોહલીએ કેપ્ટન્સી અને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી માટે બીસીસીઆઇનો આભાર માન્યો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, BCCIના એન્યુઅલ એવોર્ડ સમારંભની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...