• Gujarati News
  • Indian Team Batsman Records Fail In Test And Hit In T20

ભારતીય બેટ્સમેનોનો કમનસીબ રેકોર્ડ: ટેસ્ટમાં રકાસ, 20-20માં જકાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીમ ઈન્ડિયાની ફાઈલ તસવીર

ભારતીય બેટ્સમેનોનો કમનસીબ રેકોર્ડ, ટી૨૦ની અસર ટેસ્ટ પર પડતી હોવાનો બોલતો પુરાવો
ભારતે છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સમાં ૭૩૩ રન, છેલ્લી પાંચ ટી૨૦ ઇનિંગ્સમાં ૭૩૬ રન કર્યા છે

અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને ૨૪૪ રનથી હારી જતા ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી બચાવવાનું સપનું તો રોળાઇ ગયું હતું. આ સાથે ભારતના કંગાળ દેખાવમાં વધુ એક પ્રકરણનો ઉમેરો થયો હતો. ભારતીય ટીમના બેટ્સમેન જાણે વ્હાઇટ ડ્રેસમાં ટી૨૦ મેચ રમી રહ્યા હોય તેમ લાગતું હતું. ભારતીય ટીમે એક અજબ રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારતની છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સનું ટોટલ ભારતની છેલ્લી પાંચ ટી૨૦ ઇનિંગ્સના ટોટલ કરતાં પણ ઓછું છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ વોને તો ભારતીય ટીમના ખરાબ દેખાવ માટે આઈપીએલ જવાબદાર હોવાનું પણ કહ્યું છે.

વાત કંઇક માનવામાં આવે એવી નથી પરંતુ આ હકિકત છે. ભારતનો છેલ્લી પાંચ ટી૨૦ ઇનિંગ્સનો કુલ સ્કોર ૭૩૬ રન છે જ્યારે ભારતની છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સનો કુલ સ્કોર ૭૩૩ રન છે. આમ ટી૨૦ અને ટેસ્ટ મેચની ઇનિંગ્સની સરખામણી કરતાં ટી૨૦માં ભારતે ટેસ્ટ કરતાં ત્રણ રન વધારે નોંધાવ્યા છે. ત્રણ રનનો તફાવત નજીવો કહી શકાય પરંતુ તે પાંચ દિવસની ટેસ્ટ મેચની અનલિમિટેડ ઓવર તથા ફક્ત ૨૦ ઓવરની મેચની સરખામણીએ ઘણો મોટો કહેવાય.

ભારતે આ વર્ષે અગાઉ બાંગ્લાદેશ ખાતે રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં રનર્સ અપ બન્યું હતું. તે ટૂર્નામેન્ટમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૩૦ રન, બાંગ્લાદેશ સામે ૧૪૧ રન, ઓસ્ટ્રેલિયા સામે ૧પ૯ રન, સાઉથ આફ્રિકા સામે ૧૭૬ રન તથા ફાઇનલમાં શ્રીલંકા સામે ૧૩૦ રન નોંધાવ્યા હતા જ્યારે ઇંગ્લેન્ડ સામે તાજેતરમાં જ પૂરી થયેલી ટેસ્ટ મેચની ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ૧૭૮, ચોથી ટેસ્ટની પહેલી અને બીજી ઇનિંગ્સમાં અનુક્રમે ૧પ૨ તથા ૧૬૧ રન અને ઓવલ ખાતેની પાંચમી ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી ઇનિંગ્સમાં અનુક્રમે ૧૪૮ તથા ૯૪ રન નોંધાવ્યા હતા.
ભારત તેની છેલ્લી પાંચ ટી૨૦ ઇનિંગ્સમાંથી ત્રણ ઇનિંગ્સમાં બીજા દાવમાં લક્ષ્યાંક હાંસલ કર્યો આ વાંચવા માટે આગળ ક્લિક કરો...