તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Indian Spinner Pragyan Ojha Hit On The Head During Duleep Trophy Match Greater Noida

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીમ ઈન્ડિયાના સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને માથામાં વાગ્યો બોલ, હોસ્પિટલમાં દાખલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગ્રેટર નોઈડાઃ ટીમ ઈન્ડિયાના લેફ્ટ આર્મ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાના માથા પર બુધવારે દુલીપ ટ્રોફી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન બોલ વાગ્યો હતો. ઓઝા ગ્રાઉન્ડ પર પડી ગયો હતો. તેને સ્ટ્રેચર વડે બહાર લઈ જવો પડ્યો હતો. હાલ, ઓઝા હોસ્પિટલમાં દાખલ છે અને તેની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી છે.
કેવી રીતે વાગ્યો ઓઝાના માથામાં બોલ

- ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા બ્લૂ અને ઈન્ડિયા ગ્રીન વચ્ચે દુલીપ ટ્રોફીની મેચ ચાલી રહી છે.
- બુધવારે ઓઝા ઈન્ડિયા ગ્રીન માટે મિડ ઓન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો.
- 63મી ઓવરમાં જલજ સક્સેનાની એક ફ્લાઈટેડ બોલ પર બેટ્સમેન પંકજ સિંહે ક્રોસ બેટેડ હિલ મારી હતી.
- બોલ ઝડપથી ઓઝા પાસે પહોંચ્યો. ગ્રાઉન્ડ પર ખરાબ બાઉન્સથી બોલ ઉછળ્યો હતો અને ડાઈવ મારી રહેલા ઓઝાના માથાના પાછળના ભાગે અથડાયો હતો.
- બોલ વાગતા જ ઓઝા ગ્રાઉન્ડ પર પડી ગયો. સ્ટ્રેચર પર તેને બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. તેનું સીટી સ્કેન પર કરાવવામાં આવ્યું છે.
શું કહ્યું બીસીસીઆઈએ?

- બીસીસીઆઈએ કહ્યું કે, ઓઝા હાલ એકદમ સારો છે. તેની એક તસવીર પર બહાર પાડવામાં આવી છે. તેમાં ઓઝા હસતો જોવા મળી રહ્યો છે.
- મીડિયા અહેવાલો પ્રમાણે, ઓઝાના ધબકારા નોર્મલ છે અને તે શ્વાસ પણ સરળતાથી લઈ શકે છે.
ઓઝાનો રેકોર્ડ

- ઓઝાએ 24 ટેસ્ટમાં 30.26ની એવરેજથી કુલ 113 વિકેટ લીધી છે. બેસ્ટ બોલિંગ ફિગર 6/47 છે.
- 18 વનડેમાં 31.01ની એવરેજથી કુલ 21 વિકેટો લીધી છે. બેસ્ટ બોલિંગ ફિગર 4/38 છે.
- 6 ટી-20માં 13.20ની એવરેજથી કુલ 10 વિકેટ લીધી છે. બેસ્ટ બોલિંગ ફિગર 4/21 છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ કેવી રીતે બોલ વાગ્યા બાદ ગ્રાઉન્ડ પર પડી ગયો ઓઝા...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો