PHOTO: નવી હેરસ્ટાઇલમાં જોવા મળ્યો ધોની, કાર ડ્રાઇવ કરીને ઘરે પહોચ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંચી: ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની રાંચીમાં નવી હેરસ્ટાઇલમાં જોવા મળ્યો હતો. રવિવારે તે બાંગ્લાદેશ પ્રવાસેથી રાંચી પરત ફર્યો હતો. બિરસા મુંડા એરપોર્ટ પર નાના બાલ અને મિલેક્ટ્રી ડ્રેસ પહેરીને ધોની જોવા મળ્યો હતો. તેના એરપોર્ટ પર પહોચતા જ ક્રિકેટ પ્રશંસકો ભેગા થઇ ગયા હતા. કેટલાક લોકોએ તેની સાથે સેલ્ફી પણ ખેચી હતી. ધોની ખુશ નજરે પડતો હતો.તે બાદ ધોની ખુદ પોતાની ઓડી કાર ડ્રાઇવ કરીને હરમૂ સ્થિત પોતાના ઘરે રવાના થયો હતો. મહેન્દ્રસિંહ ધોનીના પહોચવાના સમાચાર મળતા જ એરપોર્ટ આસપાસ લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. ક્રિકેટ પ્રશંસકો માહી માહીની બુમો પાડવા લાગ્યા હતા. જો કે સુરક્ષા કર્મીઓએ ધોનીને ઘેરી લીધો હતો. જ્યાર સુધી ધોની પોતાની કારમાં ન બેસે ત્યા સુધી પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એરપોર્ટ પર ધોનીને લેવા માટે તેનો જમાઇ ગૌતમ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધોની મામા બન્યા બાદ પ્રથમ વખત રાંચી પહોચ્યો છે. તેની બહેન જયંતી ગુપ્તાએ ગત દિવસે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સબંધિત તસવીરો...