કેપ્ટન્સીની જવાબદારી અને ફિટનેસને કારણે રેકોર્ડ બેવડી સદી ફટકારી શક્યો: કોહલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: વિરાટ કોહલીએ સતત ચાર ટેસ્ટ સિરીઝમાં બેવડી સદી ફટકારવાના પોતાના રેકોર્ડની ક્રેડિટ કેપ્ટન્સી અને ફિટનેસને આપી છે. કોહલીએ કહ્યું કે કેપ્ટન્સીને કારણે જવાબદારીથી રમી રહ્યો છું. મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ હૈદરાબાદ ટેસ્ટમાં 204 રન બનાવ્યા હતા.
 
શું કહ્યું વિરાટ કોહલીએ?
 
- વિરાટ કોહલીને જ્યારે તેના રનોની ભૂખ વિશે પૂછવામાં આવ્યુ તો તેને કહ્યું કે, મને નથી ખબર પરંતુ મારી કેપ્ટન્સી તેનું ખાસ કારણ છે.
- કોહલીએ BCCI ટીવી સાથે વાતચીતમાં કહ્યું, 'કેપ્ટન્સી મને લાંબી ઇનિંગ્સ રમવા માટે મોટિવેટ કરે છે. પહેલાની સાત-આઠ સદીમાં 120થી વધુનો સ્કોર નહતો કરી શકતો, પરંતુ ધીમે ધીમે મે પોતાની એક્સાઇટમેન્ટને કંટ્રોલ કરવાનું શીખ્યુ છે'
 
ફિટનેસનો મુખ્ય રોલ
 
- વિરાટ કહે છે કે તેના રન રેકોર્ડમાં તેની ફિટનેસનો મેન રોલ છે. હું અત્યાર સુધી પોતાની ટેસ્ટ સદીથી ખુશ નહતો. મે પોતાની ફિટનેસ પર ઘણી મહેનત કરી છે જેનાથી હવે હું પહેલાની જેમ થાકતો નથી અને લાંબા સમય સુધી વિકેટ પર ટકી શકુ છું.
- હું વર્ષોથી ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છું. જ્યારે ટેસ્ટ સદી ફટકારુ છુ તો પહેલાની જેમ સંતુષ્ટ નથી થઇ જતો. હું તેનાથી પણ વધુ સ્કોર કરવા માંગુ છુ. હવે હું ટેસ્ટ ક્રિકેટને અલગ મહત્વ આપવા લાગ્યો છું. જ્યાર સુધી ટીમને જરૂર છે, ત્યાર સુધી હું વિકેટ પર ટકીને રમવાનો પ્રયાસ કરુ છુ'
- ત્રણેય ફોર્મેટમાં પોતાના ફોર્મને કઇ રીતે યથાવત રાખો છો, તેની પર વિરાટે કહ્યું કે જેટલી ક્રિકેટ અમે આ સમયે રમી રહ્યાં છીએ, તેને જોતા ફોર્મ બનાવી રાખવુ સંભવ નથી. મેન્ટલી અમારે ફોકસ કરવાનું હોય છે. હું ત્રણેય ફોર્મેટમાં કોન્ટ્રિબ્યૂટ કરવા માંગુ છું'
 
આગળની સ્લાઇડમાં જુઓ, વિરાટ કોહલીના રેકોર્ડ વિશે...
અન્ય સમાચારો પણ છે...