Great Celebration: જ્યારે વિકેટ અને જીત બને છે જનૂન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ક્રિકેટમાં ક્યારેક એક વિકેટ અને એક ઓવર કે એક બોલ પણ આખી મેચનો ટર્નિંગ પોઈન્ટ બની જાય છે. તેમાં પણ જો આઈપીએલ જેવી ટી20 ટૂર્નામેન્ટમાં તો આવા રોમાંચની મજા જ કંઈક અલગ હોય છે.

આઈપીએલ-5માં આવો જ રોમાંચ જોવા મળ્યો હતો. જેમાં કોઈ ઓછો જાણીતો ખેલાડી પણ એક ઓવરમાં મેચની બાજી પલટી ગયો હતો. આઈપીએલ-5માં કોઈ વિકેટ લીધા બાદ કે પછી મેચ જીત્યા બાદ ખેલાડીઓની ખુશી જ કંઈક અલગ હતી.

જ્યારે અણીના સમયે મહત્વની વિકેટ લીધી બાદ બોલરોની ખુશીમાં પણ જનૂન જોવા મળતું હતું. આઈપીએલ-5માં પૂણે વોરિયર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચેની મેચમાં પૂણેના સુકાની સૌરવ ગાંગુલીએ પોતાની પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર જ કેવિન પીટરસનની વિકેટ લીધા બાદ મેદાનમાં દોડીને જે રીતે ઉજવણી કરી હતી તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ જાણીતી ઉજવણી બની હતી. આ ઉપરાંત અન્ય ખેલાડીઓની ઉજવણીમાં પણ જનૂન જોવા મળતું હતું.

તસવીરોમાં જુઓ અલગ-અગલ બોલરો કે બેટ્સમેનોની જનૂની ઉજવણી....