રજાઓમાં શું કરી રહ્યોં છે કેપ્ટન ધોની, જુઓ તસવીરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંચી: ટીમ ઇન્ડિયાના વન ડે અને ટી 20 કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આ દિવસોમાં લાંબા વેકેશન પર છે. ધોની પોતાના પરિવાર, સોશિયલ લાઇફ અને બાઇક્સને પૂરો સમય આપી રહ્યોં છે. હાલમાં જ એક બાઇક પર રાઇડ કરતી ધોનીની તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી હતી. જેમાં ધોની પોતાની સ્પોર્ટ્સ બાઇક લઇને સ્ટેડિયમ પહોચ્યો હતો. તસવીરમાં તે પોતાના પ્રશંસકો સાથે ઘેરાયેલો હતો. અહી ઝારખંડના રણજી ખેલાડીઓનું પ્રેક્ટિસ કેમ્પ ચાલી રહ્યું હતું.
Related Placeholder
લાંબા વેકેશન પર છે ધોની
થોડા દિવસ પહલા પણ જીમમાં બાયસેપ્સ બતાવતી ધોનીની તસવીર સામે આવી હતી. આ વચ્ચે ધોનીએ બાઇક્સ અને કાર (હમર)ની સફાઇ પણ કરી હતી. જેની તસવીરો તેની પત્ની સાક્ષી ધોનીએ ટ્વિટર પર શેયર કરી હતી. 7 જુલાઇએ પોતાના જન્મ દિવસે પણ ધોની ઘરે જ હતો.
જૂનમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રણ વન ડે મેચોની સીરીઝ બાદથી જ ધોની ક્રિકેટના મેદાનથી દૂર છે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર પણ તેને આરામ આપવામાં આવ્યો હતો.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ધોનીની સબંધિત તસવીરો...