તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટમાં તક ન મળતા પ્રવીણ કુમાર રાજકારણમાં, સમાજવાદી પાર્ટી જોઇન કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખનઉં: ભારતીય ટીમનો ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર સમાજવાદી પાર્ટીમાં શામેલ થઇ ગયો છે. અખિલેશ યાદવે ખુદ પ્રવીણને પાર્ટી જોઇન કરાવી હતી. પાર્ટીના પ્રવક્તા નાવેદ સિદ્દીકીએ મુખ્યપ્રધાન સાથે પ્રવીણની મુલાકાત કરાવી હતી. પ્રવીણ કુમાર 2012માં અંતિમ વખત ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમ્યો હતો. મહત્વપૂર્ણ છે કે IPLમાં પ્રવીણ કુમાર ગુજરાત લાયન્સ તરફથી રમે છે.
પ્રવીણ કુમારે કહ્યું- પહેલા રાજકારણ શીખીશ પછી ચૂંટણી લડીશ
- ભાસ્કર સાથે વાતચીતમાં પ્રવીણ કુમારે કહ્યું, 'મે અખિલેશ યાદવના કામથી પ્રભાવિત થઇને સમાજવાદી પાર્ટી જોઇન કરી છે.'
- જો કે અત્યારે ચૂંટણી નહી લડુ કારણ કે રાજકારણમાં નવો છું. પહેલા બેથી ત્રણ વર્ષ સુધી રાજકારણ વિશે સમજીશ. જો પાર્ટી પ્રચારની જવાબદારી સોપશે તો તેને જરૂર નિભાવીશ.
- અખિલેશ યાદવ યુવાઓના નેતા છે અને તેમને ચાર વર્ષમાં કેટલાક એવા કામ કર્યા છે જે આવનારા સમયમાં યૂપીની લાઇફ લાઇન બનશે.
- સરકાર રમતો માટે પણ ઘણુ કરી રહી છે, ખેલાડીઓ પર ભાર મુકી રહી છે, યૂપીમાં રમતોનું ભવિષ્ય સારૂ છે.
- રાજકારણમાં વધુમાં વધુ યુવાઓએ આવવુ જોઇએ, જેનાથી રાજકારણનું સ્તર સુધારી શકાય
કોણ છે પ્રવીણ કુમાર?
- 30 વર્ષનો પ્રવીણ કુમાર ઉત્તર પ્રદેશના મેરઠનો છે.
- 6 ટેસ્ટમાં પ્રવીણ કુમારે 25.81ની એવરેજથી 27 વિકેટ ઝડપી છે. 2011માં તેને અંતિમ ટેસ્ટ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી.
- જ્યારે 68 વન ડે મેચમાં તેને 77 વિકેટ ઝડપી છે. ઢાકામાં પાકિસ્તાન વિરૂદ્ધ તેને અંતિમ વન ડે મેચ રમી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ અંતિમ ટી-20 મેચ રમી હતી.
- પ્રવીણ કુમાર IPLમાં નવી ટીમ ગુજરાત લાયન્સ તરફથી રમી રહ્યો છે.
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીર..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો