PHOTOS: સ્ટાર બન્યા પહેલા આવો હતો ધોની-વિરાટ-શિખરનો LOOK

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના વન ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાસે આ દિવસોમાં ઉજવણી કરવાની કેટલીક તકો છે. 4 જુલાઇએ પોતાની મેરેજ એનીવર્સરી બાદ હવે 7 જુલાઇએ ધોની 34મો જન્મ દિવસ (7 જુલાઇ, 1981)ની ઉજવણી કરશે. ઘણા સમય બાદ તેને ક્રિકેટમાંથી આરામ મળ્યો છે. ધોની સહિત ટીમ ઇન્ડિયાના 8 સીનીયર ખેલાડી આગામી ઝિમ્બાબ્વે પ્રવાસે નથી જવાના. બોર્ડે અહી અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ યુવા ટીમ મોકલી છે.
ત્યારે અને હવે ટીમ ઇન્ડિયાના સ્ટાર:
2004-05માં ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કરનારા ધોનીનો ત્યારે સામાન્ય લુક હતો. લાંબા વાળ વાળા ધોની 2007માં ટી 20 વર્લ્ડકપ જીતાડવાની સાથે જ સ્ટાર અને યૂથ આઇકોન બની ગયો. તે બાદ તેને પોતાની હેર સ્ટાઇલ અ લુક્સમાં કેટલાક બદલાવ કર્યા. ધોનીની દરેક નવી સ્ટાઇલને યુવાઓએ માત્ર પસંદ જ નહી પરંતુ તેની કોપી પણ કરી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન બન્યા બાદ ધોની ક્રિકેટ વર્લ્ડની બહાર પણ સૌથી પોપ્યુલર ચહેરો બની ગયો. આજે ક્રિકેટનો એવો સ્ટાર છે જેની શાનદાર ફેન ફોલોવિંગ છે.
ધોની સિવાય વિરાટ કોહલી અને શિખર ધવન જેવા ટીમ ઇન્ડિયાના કેટલાક સ્ટાર ક્રિકેટમાં આવ્યા ત્યારે સામાન્ય દેખાતા હતા પરંતુ સ્ટાર બન્યા બાદ સૌથી વધુ બદલાવ આ ક્રિકેટર્સના લુકમાં આવ્યો છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ધોની સહિત ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સની પહેલાની અને હવેની કેટલીક તસવીરો...