બ્રેડમેન આ ભારતીયને કહેતા હતા ‘સર’, એક મેચમાં ફટકારી હતી બે સદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘‘વિજય હઝારે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં એક છે. તેને રમતો જોવો મારા માટે સન્માનની વાત છે. તે વેસ્ટ ઇન્ડીઝના મહાન ક્રિકેટર સર ફ્રેન્ક વોરેલની જેમ જ બેટિંગ કરે છે. હું હઝારેની બેટિંગ ભૂલી શકીશ નહી.’’ આ વાત વિશ્વના સૌથી મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેને વિજય હઝારે વિશે એક કાર્યક્રમમાં કરી હતી.
વિજય હઝારેનો આજે 11 માર્ચના રોજ જન્મ દિવસ છે. હઝારેનો 11 માર્ચ 1915ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મ થયો હતો. તેમણે 30 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં 7 સદી ફટકારી હતી. 18 ડિસેમ્બર 2004ના રોજ 90 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.
તેમના નામે રમાય છે ટૂર્નામેન્ટ
પૂર્વ ભારતીય ક્રિકેટર વિજય હઝારેની મહાનતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમના નામે વિજય હઝારે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાય છે. ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર લગભગ બધા જ ક્રિકેટરો તેમના નામે રમાતી ટૂર્નામેન્ટમાં રમીને આવે છે. એક ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિજય હઝારે ભારતના પ્રથમ બેટ્સમેન છે. તેમના પછી સુનિલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડે આ સિદ્ધી મેળવી હતી.
આગળ ક્લિક કરો અને જાણો, વિજય હઝારેની એવી સિદ્ધીઓ જે આજે પણ એક રેકોર્ડ છે.....