PHOTOS: આ છે શ્રીસંતની પત્ની, રાજ પરિવારમાં થયા હતા લગ્ન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોચી: દિલ્હીની એક કોર્ટે શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ-2013) સાથે જોડાયેલ સ્પોટ ફિક્સિંગ મામલે ક્રિકેટ ખેલાડી શાંતાકુમારન શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચવ્હાણ પર લાગેલા તમામ આરોપોને નકારી દીધા છે. કોર્ટના આ નિર્ણયથી દિલ્હી પોલીસ માટે એક મોટો ફટકો છે, જેને પુરા મામલાની તપાસ કરી હતી. પોલીસે કોર્ટ સામે 6000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં 42 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે જોડાયેલા ત્રણ ખેલાડીને દિલ્હી પોલીસે સ્પોટ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરી હતી.
Related Placeholder
ફિક્સિંગમાં ફસાયા બાદ થયા હતા લગ્ન
મે,2013માં શ્રીસંત ફિક્સિંગમાં કેસમાં ફસાયો હતો. આ દરમિયાન તેના લગ્નની વાતો પણ ચાલી રહી હતી. ફિક્સિંગમાં ફસાયા બાદ જ્યાં તમામે તેનો સાથ આપવાનો છોડી દીધો પરંતુ ભૂવનેશ્વરીને તેની પર વિશ્વાસ હતો. ભૂવનેશ્વરીએ તમામ તકલીફો છતા 12 ડિસેમ્બર,2013ના દિવસે શ્રીસંત સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન કોચ્ચિની હોટલ લે મેરિડિયનમાં થયા હતા. વર્લ્ડકપ-2011 ચેમ્પિયન ભારતીય ટીમનો ભાગ રહેલા શ્રીસંતના લગ્નમાં કોઇ પણ ક્રિકેટર પહોચ્યુ નહતું.
6 વર્ષથી જાણતા હતા એક-બીજાને
શ્રીસંત અને ભૂવનેશ્વરી એક બીજાને લગ્નના છ વર્ષ પહેલાથી જાણતા હતા. શ્રીસંત અને ભૂવનેશ્વરીને એક પુત્રી પણ છે, જેનો આ વર્ષે મેમાં જન્મ થયો હતો.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, શ્રીસંત અને ભૂવનેશ્વરીની તસવીરો..