તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોની-ધવન પછી રોહિત શર્મા ઇજાગ્રસ્ત, એશિયા કપમાંથી બહાર થઇ શકે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: રોહિત શર્માને પાકિસ્તાન વિરૂદ્ધ ટી 20 મુકાબલામાં જમણા પગના અંગુઠામાં ઇજા થઇ હતી. હવે એશિયા કપમાં તેનું રમવુ મુશ્કેલ છે. મહેન્દ્રસિંહ ધોની આ પહેલા પીઠના દર્દથી પરેશાન છે. મોહમ્મદ શમી ટીમમાંથી બહાર થઇ ચુક્યો છે. જ્યારે આશિષ નેહરા અને શિખર ધવનની ઇજા પણ ટીમને પરેશાન કરી રહી છે.
Related Placeholder
મોહમ્મદ આમિરના બોલથી થઇ ઇજા
- પાકિસ્તાન વિરૂદ્ધ રોહિત શર્માને ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરના પ્રથમ બોલ પર જ અંગૂઠામાં ઇજા થઇ હતી.
- આમિરની બોલ ફૂલ લેન્થ ઇનસ્વિંગર હતી, જે એન્ગલ બનાવીને અંદરની તરફ આવી રહી હતી. રોહિત તેને સમજી શક્યો નહતો અને એલબીડબલ્યૂ આઉટ થઇ ગયો હતો
- રોહિત શર્માના અંગૂઠામાં ઇજા થતા તેને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. હજુ ખબર પડી નથી કે તેને ઇજામાંથી બહાર આવવામાં કેટલો સમય લાગશે.
મંગળવારે શ્રીલંકા સામે મેચ
- ભારત હવે પોતાની આગળની મેચ મંગળવારે શ્રીલંકા વિરૂદ્ધ રમશે, શનિવારે ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું
- રોહિતનું પ્લેઇંગ ઇલેવનમાં શામેલ થવુ મુશ્કેલ લાગી રહ્યું છે
- તેના અંગૂઠામાં સોજો છે અને તે શ્રીલંકા વિરૂદ્ધ આગળની મેચમાં બહાર જ રહેશે
ધોની,નેહરા અને ધવનને શું છે તકલીફ ?
- ધોની પીઠદર્દથી પરેશાન છે, તે દુખાવો છતા બાંગ્લાદેશ-પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમ્યો હતો
- ટીમ સાથે પાર્થિવ પટેલ પણ બાંગ્લાદેશ ગયો છે જેથી જરૂર પડતા ધોનીનો રિપ્લેસમેન્ટ બની શકે
- નેહરાને બાંગ્લાદેશ વિરૂદ્ધની મેચમાં ઇજા થઇ હતી, જેને કારણે પાકિસ્તાન વિરૂદ્ધની મેચ પહેલા તે પ્રેક્ટિસથી દૂર રહ્યો હતો
- પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં ઓપનર શિખર ધવન પણ ઇજાને કારણે બહાર રહ્યો હતો
- શમી ઘુંટણની ઇજાને કારણે પહેલાથી જ એશિયા કપમાંથી બહાર છે, તેનું ટી-20 વર્લ્ડકપમાં રમવુ પણ મુશ્કેલ છે
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સબંધિત તસવીર...