• Gujarati News
  • Indian Cricketer Rohit Sharma Doesnt Understand Price Of His Wicket

ધોનીએ આપ્યો ગોલ્ડન ચાન્સ, પણ નથી સુધર્યો ટીમનો નવાબ રોહિત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધમાકેદાર જીત બાદ ત્રિકોણીય શ્રેણીમાં પોતાની પ્રથમ મેચમાં ભારતને વેસ્ટ ઈન્ડીઝ સામે હારનો સામનો કરવો પડ્યો. યજમાન ટીમે ચેમ્પિયન ટીમને રોમાંચક મેચમાં એક વિકેટે પરાજય આપ્યો હતો.

આ હાર સાથે સાબિત થયું છે કે ઈંગ્લેન્ડના વરસાદી વાતાવરણ બાદ વિન્ડીઝનો તડકો ભારત માટે ભારે પડી શકે તેમ છે. બીજી બાજુ ઈંગ્લેન્ડ હોય કે વેસ્ટ ઈન્ડીઝ પરંતુ રોહિત શર્મા સુધરવાનું નામ નથી લઈ રહ્યો.

રોહિતને વારંવાર ટીમમાં સામેલ કરવા સામે ઘણી વખત ધોની અને પસંદગી સમિતિની આકરી ટીકાઓ પણ થઈ છે અને રોહિતને ટીમ ઈન્ડિયાનો નવાબ પણ કહેવામાં આવે છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં લાંબા સમયથી ટીમની અંદર બહાર થઈ રહેલા રોહિતને ધોનીએ પોતાનુ સ્થાન પાક્કુ કરવા માટે સુંદર તક આપી છે પરંતુ રોહિત રન બનાવીને પણ એકની એક ભૂલ વારંવાર કરી રહ્યો છે. તેથી તેના હાથમાંથી આ તક જઈ શકે તેમ છે.

અંતે રોહિત વારંવાર કઈ ભૂલ કરી રહ્યો છે જે તેને ભારે પડી શકે છે.....આગળ ક્લિક કરો અને જાણો તસવીરોમાં.....