તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોનીને કારણે આગમાંથી બચ્યા સાથી ખેલાડી, સાથી ખેલાડીએ કર્યો ખુલાસો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: દ્વારકા સેક્ટર-10ની ફાઇવસ્ટાર હોટલ વેલકમના એક શો-રૂમમાં શુક્રવાર સવારે આગ લાગી હતી. ઘટના સમયે હોટલમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પોતાની ટીમ સાથે નાશ્તો કરી રહ્યો હતો. ધોની સહિત તમામ ક્રિકેટર બે મિનિટમાં 7th માળથી સીડી ઉતરી બહાર નીકળ્યા હતા. ઘટના સમયે હોટલનું ફાયર એલાર્મ પણ નહતું વાગ્યુ. ઘટના બાદ ખેલાડીઓને દિલ્હીની એક હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
 
ધોનીએ મેચ માટે જલ્દી ઉઠાડ્યા હતા
 
- આ ઘટના બાદ ધોનીની ટીમ ઝારખંડના સાથી ખેલાડી ઇશાક જગ્ગીએ આપવીતી જણાવી હતી કે તે સમયે શું થયુ હતું.
- વિજય હઝારે ટ્રોફીની સેમિ ફાઇનલ હતી. અમે દ્વારકાની હોટલ વેલકમમાં રોકાયા હતા. માહીએ સાડા સાત વાગ્યે ટીમ મીટિંગ બોલાવી હતી. જે દિવસે મેચ નથી હોતી ક્રિકેટરોને મોડા સુધી ઉંઘવામાં મજા આવે છે. આજે અમે જલ્દી તૈયાર થઇ ગયા હતા. અમારી કિટ તો પાલમ ગ્રાઉન્ડમાં હતી, જ્યાં મેચ રમાવાની હતી. અમારે બ્રેકફાસ્ટ કરી પોતાના કલર્સમાં જવાનું હતું.
- સાડા છ વાગ્યા હશે. અમારા કેટલાક સાથી શાવર લઇને પોતાના રૂમમાં તૈયાર થઇ રહ્યાં હતા. ત્યારે અચાનક ટીમ મેટ પ્રત્યૂષ સિંહે ફોન કર્યો, તમામને બહાર કાઢો, હોટલમાં આગ લાગી છે. અમે કેટલાક સાથીઓના રૂમમાં જઇને બહાર કાઢ્યા. તો કેટલાકને ફોન કર્યા. પ્રત્યૂષે ટીમને વોટ્સઅપ પણ કરી દીધો હતો. માહી અને અમે તમામ સાથી તુરંત રૂમ છોડીને સીડી ઉતરી નીકળી ગયા હતા.
- અમે સાતમા માળ પર હતા. હોટલનું કોઇ ફાયર એલાર્મ વાગ્યુ નહતું. લોબીમાં ધુમાડો હતો. જો પ્રત્યૂષે ફોન ન કર્યો હોત તો અમે જલ્દી ન ઉઠતા. અમને પોતાની ડ્રેસ કાઢવાની તક પણ મળી નહતી. આ કારણે મેચને ટાળી નાખવામાં આવી હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો