તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ ટેસ્ટ પહેલા ક્રિકેટર્સ પહોંચ્યા એવોર્ડ સેરેમનીમાં, ઇશાંતે લીધી સેલ્ફી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનાર પ્રથમ ટેસ્ટ પહેલા વિન્ડીઝ ક્રિકેટ બોર્ડના ચોથા એન્યુલ પ્લેયર્સ એવોર્ડ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેરમનીમાં પ્લેયર્સ સૂટ-બૂટમાં જોવા મળ્યા હતા. ઇન્ડિયાના ઓફિસિયલ ફેસબુક પર આ એવોર્ડ સેરેમનીના ફોટો શેર કરવામાં આવ્યા છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 21 જુલાઈથી એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે.
દિગ્ગજ ક્રિકેટર રિચર્ડ્સે લીધી ટીમ ઇન્ડિયાની મુલાકાત
- વેસ્ટ ઇન્ડીઝ ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સર વિવિયન રિચર્ડ્સે ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ સાથે હોટલમાં મુલાકાત કરી હતી.
- પ્રથમ ટેસ્ટ પહેલા મહાન પ્લેયર રિચર્ડસે ભારતીય ક્રિકેટરોને થોડીક ટિપ્સ આપી હતી.
- રિચર્ડ્સની મુલાકાતથી ભારતીય ખેલાડીઓ ઘણા ખુશ ઉત્સાહિત થઈ ગયા હતા.
આ મુલાકાત બાદ શું કહ્યું ભારતીય ક્રિકેટર્સે
- કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર રિચર્ડ્સ સાથેનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, ‘કેટલી શાનદાર ક્ષણ છે. સર્વકાલિન મહાન વિવ રિચર્ડ્સ સાથે. તેમણે સુંદર શબ્દો કહ્યા. મહાન અને યાદગાર ક્ષણ.’
- ધવને કહ્યું હતું કે, ‘મહાન સર વિવિ રિચર્ડ્સ સાથે થોડો સમય વિચાર-વિમર્શ કરવો શાનદાર રહ્યો. હજુ પણ ઘણો આનંદ થઈ રહ્યો છે.’
- લોકેશ રાહુલે ટ્વીટ કર્યું હતું કે, ‘મોટી ફેન બોય ક્ષણ? સર વિવે અમને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી.’
- આ ઉપરાંત અજિન્કિય રહાણે અને મુરલી વિજયે પણ રિચર્ડ્સ સાથે ફોટો પડાવ્યો હતો.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, એવોર્ડ સેરેમની અને મહાન ક્રિકેટર સર વિવિયન રિચર્ડસ સાથે ટીમ ઇન્ડિયા પ્લેયર્સની તસવીરો.........

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો