તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝહીર-સાગરિકાના રિસેપ્શનમાં કોહલીએ કર્યો ડાન્સ, અનુષ્કા-સાનિયા પણ હાજર રહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને તેમની એક્ટ્રેસ પત્ની સાગરિકા ઘાટગેનું લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન સોમવારે રાતે મુંબઈમાં હોટલ તાજ મહલ પેલેસમાં યોજાયું હતું. આ ફંકશનમાં બોલીવૂડ અને સ્પોર્ટ્સ વર્લ્ડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. રિસેપ્શનમાં સાગરિકાએ ફેમસ ફેશન ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલા ગોલ્ડ-ક્રીમ કલરના બનારસી લેંઘા-ચોલી પહેરી હતી. જ્યારે કે, ઝહીરે બ્લૂ શેરવાની પહેરી હતી. સાગરિકાએ હેવી ગોલ્ડ જ્વેલરી પણ પહેરી હતી.

 

વિરાટે કર્યો ડાન્સ, સેહવાગ-સચિન પણ રહ્યાં હાજર....


- આ રિસેપ્શનમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને તેમની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા પણ આવ્યા હતા.
- રિસેપ્શનમાં વિરાટ કોહલી ઝહીર અને સાગરિકા સાથે ડાન્સ કરતો જોવા મળે છે.

- આ ઉપરાંત આ રિસેપ્શનમાં ક્રિકેટના દિગ્ગજ એવા પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલી પણ આવ્યા હતા. તેમની સાથે પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ જોવા મળ્યો હતો.
- આ રિસેપ્શના ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને તેની પત્ની પ્રિયંકા રૈના, એક્ટ્રેસ સુષ્મિતા સેન, એક્ટર અરશદ વારસી સહિતની ઘણી જાણિતી સેલિબ્રિટીઝ હાજર રહી હતી.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...........)