• Gujarati News
  • Dalai Lama\'s Present Dharamshala India West Indies Match

PICS: ક્રિકેટના મેદાનમાં પહોંચ્યા દલાઈ લામા, ધોની સાથે મિલાવ્યો હાથ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામા ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે હાલ મિલાવતા.)

ધરમશાળા : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ધરમશાળામાં યોજાયેલી ચોથી વન-ડેમાં તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામા પણ ઉપસ્થિત રહ્યા હતા. મેચ શરૂ થતા પહેલા તેમણે બન્ને ટીમના ખેલાડીઓની મુલાકાત કરી હતી અને આર્શીવાદ આપ્યા હતા. ધરમશાળામાં ઘણા સમય પછી આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થયું હોવાથી મોટી સંખ્યામાં પ્રશસંકો પણ હાજર રહ્યા હતા.
ભારતનો 59 રને વિજય
વિરાટ કોહલીના 127 રન અને સુરૈશ રૈના, અજિન્કિય રહાણેની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી વન-ડેમાં 59 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતે ચાર મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ સાથે વિવાદના કારણે ખેલાડીઓએ શ્રેણીનો બહિષ્કાર કરતા આ અંતિમ વન-ડે બની હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 330 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 48.1 ઓવરમાં 271 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું

આગળ ક્લિક કરો અને જુઓ, મેદાનમાં હાજર રહેલા દલાઈ લામાની અને મેચની તસવીરો...