ભારતીય મહિ‌લા ટીમનો ઈંગ્લેન્ડ સામે શાનદાર વિજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક માત્ર ટેસ્ટમાં મહિ‌લા ટીમનો છ વિકેટે વિજય
મંદાના અને મિતાલીની અડધી સદી

એક તરફ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી બચાવવા સંઘર્ષ કરી રહી છે ત્યારે ભારતની મહિ‌લાઓએ સન્માનજનક રીતે એક માત્ર ટેસ્ટની શ્રેણીમાં છ વિકેટે ભવ્ય વિજય મેળવી મેચ અને શ્રેણી જીતી લીધી હતી. ભારત તરફથી મંદાના અને મિતાલી ગાજે અડધી સદી ફટકારીને પ્રવાસી ટીમનો વિજય નિ‌શ્ચિ‌ત બનાવ્યો હતો. ઈંગ્લેન્ડનો પહેલો દાવ માત્ર ૯૨ રનમાં સમેટી દીધા બાદ ભારતીય ટીમે ૧૧૪ રન બનાવીને માત્ર ૧૨ રનની સરસાઈ મેળવી હતી. ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં ૨૦૨ રન ઝૂડી કાઢી ભારત સમક્ષ ૧૮૧ રનનો વિજય માટે પડકાર આપ્યો હતો.

ટૂંકો સ્કોર : ઈંગ્લેન્ડ : પ્રથમ દાવ ૯૨, બીજો દાવ : ૨૦૨ (વિનફિલ્ડ ૩પ, સી. એડવર્ડસ ૨૦, ટેલર ૪૦,ગુન ૬૨…, જે. ગોસ્વામી ૪/૪૮, એસ. શર્મા ૨/૨૨, બિસ્ત ૨/૩૩, પાંડે ૨/૩૩).

ભારત : પ્રથમ દાવ : ૧૧૪, બીજો દાવ ૧૮૩ (કામિની ૨૮, મંદાના પ૧, મિતાલી રાજ પ૦…, પાંડે ૨૮…, ક્રોસ ૩/૪૨)