કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગમાં ભારતને ૧૧ ગોલ્ડમેડલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય વેઇટલિફ્ટર્સે સમોઆના એપિયા ખાતે રમાતી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે જ પોતાનો દબદબો સ્થાપિત કરીને ૧૧ ગોલ્ડમેડલ હાંસલ કર્યા હતા. ભારતે ત્રણ સિલ્વર તથા એક બ્રોન્ઝમેડલ પણ જીત્યો હતો. ૧૧ ગોલ્ડમેડલમાંથી સાત ગોલ્ડ ભારતીય મહિ‌લા વેઇટલિફ્ટર્સે મેળવ્યા હતા. ચાનૂએ વિમેન્સ ઇવેન્ટના ૪૮ કિલોગ્રામ તથા મિનાતી સેઠીએ પ૮ કિલોગ્રામ વેઇટ ગ્રૂપમાં ગોલ્ડમેડલ જીત્યા હતા. મેન્સ ઇવેન્ટમાં ભારતના રંજિત ચિંચવાડેએ પ૬ કિલોગ્રામમાં દેશને ગોલ્ડ અપાવ્યો હતો. ચાનૂએ કુલ ૧પ૪ કિલોગ્રામ, મિનાતીએ ૧૭પ (૭પ અને ૧૦૦) તથા રંજિતે ૨૨૪ કિલોગ્રામ (૯૯ તથા ૧૨પ) વજન ઉંચકીને સફળતા હાંસલ કરી હતી. અન્ય ભારતીય વેઇટલિફ્ટર્સમાં ઇન્દુબાલા ચાનૂએ ૪૮ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં, દીક્ષિતા (પ૩), તંસાના ચાનૂએ (પ૦) ગર્લ્સ વિભાગમાં ગોલ્ડમેડલ જીત્યા હતા. બોય્ઝ વિભાગમાં જમજંગ દેરુ (પ૦), અરણા સંતા (પ૬)એ ગોલ્ડ જીત્યો હતો.