તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • India Vs West Indies Test Series Eden Gardens Memorable Incidents Sachin Tendulkar Farewell

કોલકાતામાં સચિન પર ભારે પડી અખ્તરની કરતૂત, થઈ હતી બબાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ છ નવેમ્બરના રોજ એક યાદગાર ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અહિંયા સચિન પોતાની કારકિર્દીની 199મી ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન પોતાની કારકિર્દીની અંતિમ અને 200મી ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ તે ક્રિકેટને અલવિદા કહી દેશે.
ઈડન ગાર્ડનમાં સચિનની એક ખેલાડી તરીકેની હાજરી જોતા પ્રશંસકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. બીસીસીઆઈ અને ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ પણ આ ભાવુક ક્ષણને યાદગાર બનાવવા તમામ પ્રયાસો કરી રહ્યું છે.
ઈડન ગાર્ડન્સ આ પહેલા પણ ભારતીય ક્રિકેટમાં ઘણા યાદગાર પ્રસંગોનું સાક્ષી રહ્યું છે. સચિન આ મેદાન પર સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ત્રીજા નંબર પર છે.
આ મેદાન પર વીવીએસ લક્ષ્મણની ઐથિહાસિક ઈનિંગ્સની મદદથી ભારતે ફોલોઓન બાદ પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. હરભજન સિંહે આ જ મેદાન પર હેટ્રિક લઈને કાંગારૂઓના વિજયી રથને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આગળની તસવીરોમાં જુઓ, ઈડન ગાર્ડન્સ મેદાન સાથે જોડાયેલી ખાસ વાતો અને કેમ પ્રેક્ષકોએ અહિંયા સચિન માટે મચાવી હતી ધમાલ.....