તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • India Vs West Indies First Test Kolkata Eden Garden Live Score

Live: ધવન વેસ્ટ ઈન્ડિઝ સામે Fail, કેરેબિયનને પ્રથમ સફળતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોલકાતા ખાતે ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ
- બીજા દિવસના અંતે ભારત- 354/6, સચિને કર્યા ચાહકોને નિરાશ
- ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો રોહિત શર્મા 14મો ભારતીય બેટ્સમેન
- રોહિત શર્મા 127 અને અશ્વિન 92 રને રમતમાં, શિલિંગફોર્ડની ચાર વિકેટ


સ્પિનર શેન શિલિંગફોર્ડની ઘાતક બોલિંગ સામે ભારતીય ટીમનો ધબડકો થયા બાદ ડેબ્યૂ બેટ્સમેન રોહિત શર્માએ ફટકારેલી શાનદાર સદી અને અશ્વિનની અદ્દભૂત અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ સામે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચ પર પોતાની પકડ બનાવી રાખી છે. બીજા દિવસના અંતે રોહિત અને અશ્વિનની શાનદાર બેટિંગની મદદથી ભારતે 6 વિકેટે 354 રન બનાવી લીધા છે. રોહિત 127 અને અશ્વિન 92 રને રમતમાં છે. ભારતે હાલમાં 120 રનની સરસાઈ મેળવી લીધી છે.
ઈડન ગાર્ડન્સ ખાતે ભારતે બીજા દિવસે વિના વિકેટે 37 રનથી પોતાના પ્રથમ દાવને આગળ ધપાવ્યો હતો. પરંતુ ભારત માટે બીજા દિવસે સવારનું પ્રથમ સત્ર અત્યંત ખરાબ રહ્યું હતું. લંચ બ્રેક પહેલા કેરેબિયન સ્પિનર શેન શિલિંગફોર્ડ ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો અને ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ભારતે લંચ બ્રેક સુધીમાં 120 રનના સ્કોર પર પોતાની ટોચની 5 વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ બાદમાં રોહિત શર્માની સદી, અશ્વિનની અડધી સદીની મદદથી ભારત દિવસના અંતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. બન્ને બેટ્સમેનોએ સાતમી વિકેટ માટે અણનમ 198 રનની ભાગીદારી નોંધાવી છે.

બીજા દિવસે સવારના સત્રમાં સ્પિનર શેન શિલિંગફોર્ડે તરખાટ મચાવ્યો હતો અને ધવન, વિજય, કોહલી અને સચિન સહિત કુલ ચાર વિકેટો લીધી હતી. પરંતુ તે પછી તેને એક પણ સફળતા નહોતી મળી. જ્યારે ટિનો બેસ્ટ અને શેલ્ડન કોટ્રેલને એક-એક વિકેટ મળી હતી. જ્યારે સુકાની ડેરેન સેમ્મી વિકેટવિહોણો રહ્યો હતો.