• Gujarati News
  • India Vs West Indies 2013 Mohammad Shami Records India's Best Fast bowling Debut Kolkata

સ્વિંગના જાદૂગર શમીએ રચ્યો ઈતિહાસ, બનાવ્યો નવો રેકોર્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સાત વનડે મેચની શ્રેણીમાં ભારતીય બોલરોની જે ધોલાઈ થઈ હતી તે જોઈને ભારતીય બોલિંગ આક્રમણ સામે સવાલો ઉઠ્યા હતા. પરંતુ વેસ્ટ ઈન્ડીઝ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય બોલરોએ સપાટો બોલાવી દીધો. ભારતે વેસ્ટ ઈન્ડીઝને એક દાવ અને 51 રને પરાજય આપ્યો. (વાંચો :- ઈડન થયું ગાર્ડન-ગાર્ડન: શમીનો સપાટો અને ભારતનો ધમાકેદાર વિજય, સચિનનું ભવ્ય સન્માન)
ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા મોહમ્મદ શમીએ પોતાની સ્વિંગ બોલિંગ વડે કેરેબિયનોને લાચાર બનાવી દેતા ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેમાં શમીએ પ્રથમ દાવમાં 71 રનમાં ચાર અને બીજા દાવમાં 47 રનમાં પાંચ એમ કુલ મળીને 118 રનમાં 9 વિકેટ લઈને નવો ઈતિહાસ રચ્યો છે.
ભારતીય ટીમ માટે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં એક ઝડપી બોલર દ્વારા કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે 1967માં આબિદ અલી દ્વારા બનાવવામાં આવેલા 7 વિકેટના રેકોર્ડને તોડ્યો છે.

આગળ ક્લિક કરો અને જાણો, શમીએ કયો ઈતિહાસ રચ્યો અને કોને કોને પછાડ્યા......