Live Ind Vs SL, Day3: શ્રીલંકા પર ફરી ઈનિંગથી પરાજયનું સંકટ, 333 રન પાછળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલ્લેકલ: શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતના પ્રથમ ઈનિંગમાં 487 રન સામે શ્રીલંકન ટીમ પ્રથમ ઈનિંગમાં 135 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ફોલોઓન બાદ શ્રીલંકન ટીમે 181 રને આઉટ થતા ભારતીય ટીમનો ઈનિંગ અને 171 રનથી વિજય થયો હતો. ભારતે શ્રીલંકતાને તેની જ ધરતી પર 3-0થી વ્હાઈટવોશ કર્યું હતું. આ વિજય સાથે વિદેશમાં સૌથી વધુ વિજય મામલે કોહલી ધોની કરતા આગળ નીકળી ગયો છે. ભારત 85 વર્ષ બાદ વિદેશમાં 3-0થી જીત્યું છે. મેચમાં મોહમ્મદ શમી, આર અશ્વિન અને કુલદીપ યાદવે5-5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઉમેશ યાદવે 2 અને પંડ્યા 1 વિકેટ ઝડપી.
વિદેશમાં કોહલીના નામે ધોનીથી વધુ વિજય....

- આ મેચ જીતવાની સાથે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે વિદેશમાં 7 ટેસ્ટ જીતી લીધી છે.
- આ ટેસ્ટ જીતવાની સાથે કોહલી મહેન્દ્રસિંહ ધોનીના વિદેશમાં 6 વિજય મેળવવાથી આગળ નીકળી ગયો છે.
- વિરાટના નેતૃત્વમાં ભારતે વિદેશમાં 13 ટેસ્ટ મેચ રમી છે અને 7માં વિજય મેળવ્યો છે.
- ધોનીના નેતૃત્વમાં ભારતે વિદેશમાં 30 મેચ રમી અને 6 જીતી. જોકે કોહલીએ કરિઅરની 12મી મેચ (વિદેશમાં) જ ધોનીની બરાબરી કરી લીધી હતી.
- વિદેશમાં સૌથી વધુ મેચ જીતવાનો ભારતીય રેકોર્ડ પૂર્વ કેપ્ટન ગાંગુલીના નામે છે. જેમના નેતૃત્વમાં ભારતે વિદેશમાં 11 ટેસ્ટ જીતી હતી.
- ભારતે 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર વિદેશમાં 3 મેચોની શ્રેણી 3-0થી જીતી છે. આ ઉપરાંત બીજી એવી શ્રેણી છે જ્યારે ભારતે વિદેશમાં 3 મેચો જીતી હોય. અગાઉ ભારતે મંસૂરઅલી ખાન પટોડીના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડને 3-1થી 1968માં જીતી હતી.
- પ્રથમ ઈનિંગમાં આક્રમક સદી ફટકારનાર હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
 
શ્રીલંકાની બીજી ઈનિંગ.....
 
- શ્રીલંકાએ ફોલોઓન બાદ ઓપનર તરંગાની વિકેટ ગુમાવી હતી. તરંગાને ઉમેશ યાદવે આઉટ કર્યો હતો.
- મેચના ત્રીજા દિવસના પ્રારંભે જ અશ્વિને કરુણારત્નેની વિકેટ ઝડપી હતી. જે પછી શમીએ પુષ્પકુમારાને આઉટ કરી શ્રીલંકાને ત્રીજો અને મેન્ડિસને આઉટ કરી ચોથો જટકો આપ્યો હતો.
- કુલદીપે જોખમી બની રહેલા ચાંદીમલની વિકેટ ઝડપી ભારતને પાંચમી સફળતા અપાવી હતી.
- અશ્વિને મેથ્યૂઝ અને પરેરાની વિકેટ ઝડપી હતી. શમીએ સદાકનને આઉટ કરી ભારતની આઠમી સફળતા અપાવી.
-ઉમેશ યાદવે નવમી વિકેટ ઝડપી હતી. અશ્વિને અંતિમ વિકેટ ઝડપી હતી.
 
 
શ્રીલંકાની પ્રથમ ઈનિંગ
 
- શ્રીલંકા 487 સામે રમવા આવતા જ મોહમ્મદ શમીએ પ્રારંભમાં 2 વિકેટ ઝડપી શ્રીલંકાને મુશ્કેલીમાં મુકી દીધું હતું.
- અશ્વિન-કુલદીપે કરેલા રનઆઉટ અને હાર્દિક પાંડ્યાએ મેથ્યૂઝની વિકેટથી યજમાન ટીમની મુશ્કેલીમાં વધારો થયો હતો.
- તે પછી કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને લડાયક રમી રહેલા કેપ્ટન ચાંદીમલની વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે પુષ્પકુમારાને આઉટ કરી શ્રીલંકાની આઠમી વિકેટ ઝડપી હતી.
- શ્રીલંકાના અંતિમ બે બેટ્સમેનોને પણ અશ્વિન અને કુલદીપે પેવેલિયન ભેગા કર્યા હતા. 

ભારતની પ્રથમ ઈનિંગ...

- લોકેશ રાહુલ અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 188 રન જોડ્યા હતા. લોકેશે 85 અને શિખર ધવને 119 રનની ઈનિંગ રમી હતી.
- ચેતેશ્વર પૂજારા 8 રન અને રહાણે 17 રને આઉટ થયા હતા.
- વિરાટ કોહલીએ 42 અને રવિચંદ્રન અશ્વિને 31 રનની ઈનિંગ રમી હતી.
- કુલદીપ યાદવે ઉપયોગી 28 રન કર્યા હતા. શ્રીલંકન બોલર સદાકને કુલ 5 વિકેટ ઝડપી હતી.
- હાર્દિક પંડ્યાએ પુષ્પકુમારાની એક ઓવરમાં 26 રન ફટકાર્યા હતા. જે ટેસ્ટની એક ઓવરમાં કોઈપણ ભારતીય દ્વારા સૌથી વધુ રનનો રેકોર્ડ છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ મેચની લેટેસ્ટ તસવીરો
અન્ય સમાચારો પણ છે...