તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB EXCLUSIVE: બુક માય શોએ મેચની ટિકિટ વહેલા વેચી દેતા વિવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્દોર: ગત વર્ષે ઇન્દોરમાં રમાયેલ ભારત-દક્ષિણ આફ્રિકા વન ડે ક્રિકેટ મેચને લઇને ક્રાઇમ બ્રાંચે મોટો ખુલાસો કર્યો છે. 14 ઓક્ટોબર 2015માં રમાયેલ આ મેચની ઓન લાઇન ટિકિટ બુકિંગમાં ભ્રષ્ટાચાર થયો હતો. તપાસ અનુસાર, 21 લાખ રૂપિાયની કિંમતની બે હજાર ટિકિટ સમય કરતા પહેલા ઓન લાઇન વેચી નાખી હતી. બાદમાં આ ટિકિટ દસ ગણા વધુ રૂપિયામાં બ્લેકમાં વેચાઇ હતી.
ભાસ્કરે બ્રેક કર્યા હતા સમાચાર
- ઓન લાઇન ટિકિટ વેચવાનો કોન્ટ્રાક્ટ વેબસાઇટ- 'બુક માય શો'ને આપવામાં આવ્યો હતો. ભાસ્કરે તે સમયે પણ આ ભ્રષ્ટાચારને લઇને સતત કવરેજ કર્યુ હતુ, પરંતુ ત્યારે કંપની વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહતી.
- ક્રાઇમ બ્રાંચે કંપની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે, આ કાર્યવાહીને સિક્રેટ રાખવામાં આવી હતી. ઇન્દોર પોલીસને પૂરાવા મળ્યા બાદ 1 મે 2016માં ક્રાઇમ બ્રાંચમાં કંપની વિરૂદ્ધ 420 (છેતરપિંડી), અને કલમ 201 (પૂરાવા છુપાવવા)નો કેસ દાખલ કર્યો છે.
- આ કેસની જાણકારી જ્યારે કંપની અધિકારીઓને મળી તો તેમને પોલીસ લેટર્સનો જવાબ આપવાનો શરૂ કર્યો હતો. આ પહેલા કંપનીના અધિકારી તપાસમાં કોઇ મદદ નહતા કરી રહ્યાં.
- આ કેસને લઇને ઇન્દોર પોલીસના કોન્ટેકમાં બુક માય શોના એજીએમ અંકિત પોપટ છે.
ભાસ્કરે તેમના મોબાઇલ નંબર અને મુંબઇ સ્થિત ઓફિસના નંબર પર વારંવાર કોલ કર્યો પરંતુ તેઓ વાત કરવાથી બચતા રહ્યાં હતા.
- ભાસ્કરે ઇ-મેલ દ્વારા સમય પહેલા ટિકિટ વેચવા, પોલીસનો સહયોગ ન કરવા અને છેતરપિંડીની જવાબદારી કોની પર છે તે અંગે સવાલ કર્યા હતા.
-જેના જવાબમાં કંપની તરફથી પબ્લિક રિલેશન મેનેજર અને કોર્પોરેટ કોમ્યુનિકેટર આરૂષિ મહેશ્વરીએ ઇ-મેલથી જણાવ્યુ કે 'બુક માય શો'ની તપાસ એજન્સીઓને તમામ મદદ કરી રહી છે.
- મામલાની તપાસ ચાલી રહી છે, માટે અત્યારે કઇ કહી ન શકાય.
આ ટિકિટ હતી જે કંપનીએ પહેલા બુક કરાવી હતી
ટિકિટની સંખ્યા ટિકિટની સંખ્યા ભ્રષ્ટાચારની રકમ
300 3000 (અપર પેવેલિયન) 900000
150 2500 (લોઅર પેવેલિયન) 375000
700 600 (વેસ્ટ અપર) 420000
500 500 (ઇર્સ્ટ અપર) 250000
200 400 (વેસ્ટ લોઅર) 80000
150 300 (ઇર્સ્ટ લોઅર) 45000
કંપનીનું તર્ક જેને પોલીસે નકાર્યુ
- આ મામલાની તપાસ કરી રહેલા એએસપી ક્રાઇમ વિનય પ્રકાશ પોલે ભાસ્કર સાથે આ મામલે વાત કરી હતી અને જણાવ્યુ કે પ્રાથમિક તપાસમાં બુક માય શોની ગુનાહિત જવાબદારી નક્કી કરવામાં આવી છે.
- કંપનીએ શરૂઆતના મહિનામાં તપાસમાં મદદ નહતી કરી. અમે કંપનીને 12થી વધુ નોટિસ મોકલી, તે બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીનું કહેવુ છે કે તે સર્વર પર કેટલો લોડ આવશે તેનું ટેસ્ટિંગ કરી રહ્યાં હતા.
- માટે તેમને વેબસાઇટને જલ્દી ઓપન કરી હતી પરંતુ આ તર્ક ખોટુ છે, કારણ કે કંપની તેને પ્રમાણ સાથે સાબિત કરી શકતી નથી.પોલીસ તપાસ કરી રહી છે કે ભ્રષ્ટાચાર પાછળ કોની સાંઠગાંઠ હતી.
અન્ય સમાચારો પણ છે...