તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IND V PAK: પાકિસ્તાનની ખરાબ શરૂઆત, ફેન્સે કહ્યું- તુમસે નહી હો પાયેગા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયા કપ ટી 20 મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાનનો ભારત સામે 5 વિકેટે પરાજય થયો હતો. પાકિસ્તાન ફરી ભારત સામે હારતા સોશિયલ સાઇટ પર ફેન્સ એક્ટિવ થઇ ગયા હતા. પ્રશંસકોએ એક પછી એક ટ્વીટ કરીને પાકિસ્તાનના ખેલાડીઓની મજાક ઉડાવી હતી.
Related Placeholder
તુમસે નહી હો પાયેગા
ટ્વીટર પર પ્રશંસકે લખ્યુ કે ભૈયા તુમસે નહી હો પાયેગા. અભી તો તુમ્હે ઔર ભી ઝલીલ હોના હે, જ્યારે એક પ્રશંસકે સન્ની દેઓલની તસવીર મુકીને લખ્યુ, હિન્દુસ્તાન ઝિન્દાબાદ હે, ઝિન્દાબાદ થા ઔર ઝિન્દાબાદ રહેગા.
પાકિસ્તાનનો ધબડકો
પાકિસ્તાનની ટીમ ભારતીય બોલરો સામે ટકી ન શકતા માત્ર 83 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાન તરફથી સરફરાઝ અહેમદે સૌથી વધુ 25 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ હફિઝે 4, સરજીલ ખાન 7, ખુર્રમ મન્ઝુર 10, શોએબ મલિક 4, ઉમર અકમલ 3 અને આફ્રિદી 2 રને આઉટ થયા હતા. ભારતે આ પડકારને 15.3 ઓવરમાં 5 વિકેટે જ મેળવી લીધો હતો.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક...