તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • India To Play Seven ODIs, One 0ff T20I Against Australia In Oct Nov

ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીનો કાર્યક્રમ જાહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રેણીની એકમાત્ર ટી૨૦ મેચ રાજકોટમાં રમાશે, તમામ મેચો ડે-નાઈટ

ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી સાત વન-ડે મેચ અને એક ટી૨૦ મેચની શ્રેણી માટે બીસીસીઆઇએ બુધવારે કાર્યક્રમ જાહેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ૧૦ ઓક્ટોબરે રમાનારી પહેલી ટી૨૦ મેચથી શરૂ થશે.

વન-ડે શ્રેણી ૧૩ ઓક્ટોબરથી પૂણે ખાતે રમાનારી પહેલી મેચથી શરૂ થશે. આ શ્રેણીની સાતમી અને છેલ્લી મેચ બે નવેમ્બરે બેંગલોરમાં રમાશે. ટી૨૦ મેચ સાંજે સાત વાગ્યાથી શરૂ થશે જ્યારે તમામ વન-ડે મેચ ડે-નાઇટ હશે. તે બપોરે ૨.૩૦ કલાકથી શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૧૦માં રમાયેલી વન-ડે શ્રેણીમાં ભારતે ૧-૦થી વિજય મેળવ્યો હતો જ્યારે અન્ય બે મેચ વરસાદના કારણે રદ થઈ હતી.

સહારા સ્ટેડિયમ સૌપ્રથમ વખત વન-ડે મેચ યોજશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વન-ડે શ્રેણીની પ્રથમ મેચ પૂણેના સુબ્રતો રોય સહારા સ્ટેડિયમમાં રમાશે. તે સાથે જ સુબ્રતો રોય સહારા સ્ટેડિયમમાં સૌપ્રથમ વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન થશે. સુબ્રતો રોય સ્ટેડિયમમાં ઘણી આઇપીએલ મેચ ઉપરાંત એક ટી૨૦ ઇન્ટરનેશનલ મેચનું પણ આયોજન કરાયું હતું પણ ઇન્ટરનેશનલ વન-ડે મેચ સૌપ્રથમ વખત રમાશે.

ઓસી. સામેની શ્રેણીનો કાર્યક્રમ

૧૦ ઓક્ટોબરટી૨૦ મેચરાજકોટ
૧૩ ઓક્ટોબરપ્રથમ વન-ડેપૂણે
૧૬ ઓક્ટોબરબીજી વન-ડેજયપુર
૧૯ ઓક્ટોબરત્રીજી વન-ડેમોહાલી
૨૩ ઓક્ટોબરચોથી વન-ડેરાંચી
૨૬ ઓક્ટોબરપાંચમી વન-ડેકટક
૩૦ ઓક્ટોબરછઠ્ઠી વન-ડેનાગપુર
૨ નવેમ્બરસાતમી વન-ડેબેંગલોર