તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતે વિન્ડીઝને હરાવી સીરિઝ જીતી, અશ્વિન સહિત આ 6 રહ્યાં જીતના હીરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ચાર મેચોની સીરિઝની ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને 237 રને હરાવીને સીરિઝમાં 2-0ની લીડ બનાવી લીધી છે. ભારતે આપેલા 346 રનના પડકારનો પીછો કરતા વિન્ડીઝની ટીમ બીજી ઇનિંગમાં 108 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે જ ભારતે ટેસ્ટ સીરિઝ પર કબજો જમાવી લીધો છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય પ્લેયર્સે બેટિંગની સાથે-સાથે બોલિંગમાં પણ કમાલ કર્યો હતો. તમને જણાવી દઇએ કે 1953માં ભારતીય ટીમ પ્રથમ વખત વિન્ડીઝના પ્રવાસે ગઇ હતી. તે બાદ 63 વર્ષમાં ભારત અહી કોઇ પણ સીરિઝમાં બે ટેસ્ટ જીતી શક્યુ નહતું.
વિરાટની કેપ્ટનશીપમાં રચ્યો ઇતિહાસ
- વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે ત્રીજી ટેસ્ટ મેચ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે.
- આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ભારતે વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર કોઇ સીરિઝમાં બે ટેસ્ટ મેચ જીતી છે.
- આ પહેલા ભારતીય ટીમ ક્યારેય અહી કોઇ સીરિઝમાં એકથી વધુ ટેસ્ટ મેચ જીતી શકી નહતી.
- આ મેચમાં જીત સાથે ભારતે સીરિઝ પણ જીતી લીધી છે. જો કે સીરિઝની એક મેચ બાકી છે.
- વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર આ ભારતની સતત ત્રીજી સીરિઝ જીત છે.
- આ પહેલા ભારતે 2006માં 1-0 અને 2011માં પણ 1-0થી સીરિઝ જીતી હતી.
મેચ સમરી:
ભારત- 352 (ઓલ આઉટ) અને 217/7 (ડિકલેર)
વેસ્ટ ઇન્ડીઝ: 225 (ઓલ આઉટ) અને 108 (ઓલ આઉટ)
આ રહ્યાં ભારતની જીતના હીરો
1. રવિચંદ્રન અશ્વિન
2. ભૂવનેશ્વર કુમાર
3. રિદ્ધિમાન સાહા
4. અજિંક્ય રહાણે
5. રવિન્દ્ર જાડેજા
6. વિરાટ કોહલી
રવિચંદ્રન અશ્વિન
(ઓલ રાઉન્ડર પ્રદર્શન)
- અશ્વિને આ મેચમાં ઓલ રાઉન્ડર પ્રદર્શન કર્યુ હતું, જેને કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. પ્રથમ ઇનિંગમાં તેને શાનદાર સદી (118 રન) ફટકાર્યા હતા. આ સદી તે સમયે ફટકારી હતી જ્યારે ભારતની કેટલીક વિકેટો પડી ગઇ હતી અને ટીમ મુશ્કેલીમાં હતી.
- અશ્વિને છઠ્ઠી વિકેટ માટે સાહા સાથે મળીને 213 રન જોડ્યા હતા જેને કારણે ટીમ રન બનાવી શકી હતી. આ સિવાય આ મેચમાં તેને મહત્વની વિકેટો પણ ઝડપી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ભારતની જીતના અન્ય હીરો વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો