તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતને વધુ પડતો આત્મ વિશ્વાસ ભારે પડ્યો, આ રહ્યાં 5 હારના કારણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે શ્રીલંકાને જીત માટે 322 રનનો પડકાર આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાએ 48.4 ઓવરમાં 322 રન બનાવી મેળવી લીધો હતો. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. ભારતને વધુ પડતો આત્મવિશ્વાસ ભારે પડી ગયો હતો. આ હાર બાદ ભારત માટે હવે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ કરો યા મરોનો મુકાબલો થઇ ગયો છે.
 
ભારતની હારના કારણ
 
- વધુ પડતો આત્મવિશ્વાસ
- ખરાબ ફિલ્ડિંગ અને રણનીતિ
- શ્રીલંકન ટીમને નબળી સમજી
- જાડેજા-પંડ્યાની ખરાબ બોલિંગ
- પાર્ટનરશિપ તોડવામાં નિષ્ફળ
 
વધુ પડતો આત્મવિશ્વાસ
 
- ભારતને તેનો વધુ પડતો આત્મવિશ્વાસ ભારે પડી ગયો હતો.
- ભારત છેલ્લા કેટલાક સમયથી વિરાટની કેપ્ટન્સીમાં મેચ જીતતુ આવ્યું છે જેને કારણે ભારે આત્મવિશ્વાસમાં હતી ટીમ.
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પાકિસ્તાનને હરાવ્યા બાદ જીતનો આત્મવિશ્વાસ વધ્યો હતો.
- શ્રીલંકા સામે 321 રનનો જંગી પડકાર ઉભો કર્યા બાદ બોલિંગમાં નબળુ પ્રદર્શન કર્યુ હતું.
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સતત સાત જીતનો વિજય રથ લંકાએ રોક્યો હતો.
- વિરાટે પણ મેચ બાદ કહ્યું, તેને લાગ્યું કે 321 રનનો સ્કોર બનાવતા બોલર ટીમને જીત અપાવી દેશે પરંતુ શ્રીલંકાએ શાનદાર બેટિંગ કરતા તેમની પાસેથી મેચને છીનવી લીધી હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, ભારતની હારના અન્ય કારણ
અન્ય સમાચારો પણ છે...