• Gujarati News
  • India Should Legalise Betting To Stop Corruption Says Geoffrey Boycott IPL Spot fixing

“એશિયન દેશોમાં ફિક્સિંગનું પ્રમાણ વધારે, ભારત તેને બનાવે કાયદેસર”

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની જ્યોફ બોયકોટનું માનવું છે કે ક્રિકેટમાંથી ભ્રષ્ટાચારના સફાયા માટે ભારતે સટ્ટેબાજીને કાયદેસર બનાવી દેવી જોઈએ. તેમણે કહ્યું છે કે આઈપીએલની પ્રતિષ્ઠાને કાળો ડાઘ લગાવની ફિક્સિંગનું એશિયન દેશોમાં ચલણ વધારે છે.

બોયકોટે એક વેબસાઈટને જણાવ્યું છે કે આને સંપૂર્ણ રીતે રોકવા માટે ભારતમાં સટ્ટેબાજીના વ્યવસાયને કાયદેસર બનાવી દેવો જોઈએ. તેમણે કહ્યું છે કે જ્યારે અમેરિકામાં બીયર ગેરકાયદેસર હતી ત્યારે ગેરકાયદેસર રીતે તેનું વેચાણ થતું હતું અને તેમાં મોટાભાગના લોકો માફિયા પ્રકારના લોકો સામેલ હતા. સટ્ટેબાજીમાં પણ આવા જ લોકોની ભાગીદારી જોવા મળે છે.

બોયકોટે કહ્યું છે કે ભારત સરકાર આટલી આસાનીથી સટ્ટેબાજીને કાયદેસર નહીં કરે કેમ કે તેને પરિવર્તન પસંદ નથી. ઘણા લોકોએ ભારત સરકારને ક્રિકેટમાં સટ્ટાબાજીને કાયદેસર બનાવવાની સલાહ આપી છે. હોર્સ રેસમાં પણ તે કાયદેસર છે અને તેનાથી ત્યાં ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો છે.