મહિ‌લા વર્લ્ડકપ : શ્રીલંકા સામે હારતાં ભારત ફેંકાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ ૨૮૨ રનનો જંગી જુમલો ખડક્યો
તમામ બેટ્સવુમન નિષ્ફળ રહેતા ભારત માત્ર ૧૪૪ રન બનાવી શક્યું

રમતના તમામ પાસાઓમાં કંગાળ દેખાવ કરવા સાથે ભારતીય ટીમનો શ્રીલંકા સામે તેની નિર્ણાયક મેચમાં ૧૩૮ રને કારમો પરાજય થતાં યજમાન ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ છે.

શ્રીલંકાએ પહેલાં બેટિંગ કરતાં પ વિકેટના ભોગે ૨૮૨ રન બનાવ્યા બાદ ભારતનો દાવ ૪૨.૨ ઓવરમાં માત્ર ૧૪૪ રનમાં સમેટી દીધો હતો. ભારત તરફથી આર. મલ્હોત્રાએ સૌથી વધુ ૩૮ રન બનાવ્યા હતા. જ્યારે કામિની (૨૨), મિતાલી (૨૦) અને ઝુલન (૨૨). શ્રીલંકાના બોલરો સામે ઝઝૂમ્યા હતા. ભારતે સ્પર્ધાની સુપર સીક્સમાં પહોંચવા આ મેચમાં વિજય મેળવવો અથવા ૨પ૧ રન કરવા જરૂરી હતા. જે એ કરી શક્યું ન હતું.

અગાઉ પ્લેયર ઓફ ધ મેચ દીપિકા રસંગિકા (૮૪), યશોદા મેન્ડિસ (પપ) સુકાની શશિકલા શ્રીવર્ધને (પ૯) અને ઈશાની કૌશલ્યા (અણનમ પ૬) ની શાનદાર અડધી સદીઓની મદદથી શ્રીલંકાએ પાંચ વિકેટે ૨૮૨ રન બનાવી ભારત સમક્ષ કપરો પડકાર મૂક્યો હતો. બન્ને દેશો વચ્ચે ગુરુપ એની આ છેલ્લી મેચ છે.

શ્રીલંકાના ટોચના પાંચમાથી ચાર બેટ્સમેનોએ જોરદાર ધોલાઈ કરી હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેણે પહેલી ઓવરમાં ચામરી અટ્ટાપટ્ુની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ મેન્ડિસ અને રસંગિકાએ બીજી વિકેટની ભાગીદારીમાં ૧૧૭ રન ઉર્મેયા હતા. રસંગિકાએ શ્રીવર્ધને સાથે ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૬૭ રન ઉર્મેયા હતા. શ્રવર્ધનેએ કૌશલ્યા સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં પ૮ રન કર્યા હતા. ભારત તરફથી ઝુલને ૩ વિકેટ ઝડપી હતી.