ઓસ્ટ્રેલિયા સામે ભારત પાંચ બોલર્સ સાથે રમશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંને ટીમ બોલિંગ આક્રમણને વધુ મજબૂત બનાવશે સેહવાગ કે યુવીને બહાર બેસવું પડશે સ્ટાર ક્રિકેટ પર સાંજે ૭:૩૦થી પ્રસારણ આઇસીસી ટ્વેન્ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે રમાનારા સુપર-૮ તબક્કાના લીગ મુકાબલામાં ભારત પાંચ નિષ્ણાત બોલર્સ સાથે મેદાનમાં ઊતરશે. ઇંગ્લેન્ડ સામે આસાન વિજય તથા ઓફ સ્પિનર હરભજનના ફોર્મમાં પરત ફરવાના કારણે અંતિમ ઇલેવનની પસંદગી ભારતીય થિંક ટેન્ક માટે માથાનો દુખાવો બની છે. જ્યોર્જ બેઇલની ઓસ્ટ્રેલિયન ટીમે લીગ મુકાબલામાં આયર્લેન્ડ તથા વેસ્ટ ઇન્ડીઝ સામે સારો દેખાવ કર્યો છે. તમામ પ્રદર્શનને જોતાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મુકાબલાના ક્રિકેટ સમર્થકો મિની ફાઇનલ તરીકે જોઇ રહ્યા છે. આ મેચનું સ્ટાર ક્રિકેટ પર સાંજે ૭:૩૦ કલાકથી પ્રસારણ કરવામાં આવશે. ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ પણ પાંચ નિષ્ણાત બોલર્સ સાથે રમવાનો સંકેત આપ્યો છે જેના કારણે ભારત પાસે એક બેટ્સમેન ઓછો થશે. આ પરિસ્થિતિમાં ઓપનર વીરેન્દ્ર સેહવાગ અથવા યુવરાજસિંઘને બહાર બેસવું પડશે. ઇંગ્લેન્ડ સામેનો મુકાબલો પાંચ બોલર્સ વડે જીત્યો હોવાના કારણે સુપર-૮ના પ્રથમ મુકાબલામાં ધોની પાસે ત્રણ સ્પિનર્સ અથવા ત્રણ ઝડપી બોલરનો વિકલ્પ છે. ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇન અપમાં માઇક હસ્સી તથા ડેવિડ ર્વોનર મહત્ત્વના બેટ્સમેન છે. ડાબોડી બેટ્સમેનો સામેનું પ્રદર્શન જોતાં હરભજન ટીમને ઘણો ઉપયોગી બની શકે છે. અશ્વિનને પણ રમાડવામાં આવે તેવી સંભાવના છે.